સામાન્ય ભાષામાં કાર્ય મૂડી એટલે આપણા ધંધામાં એટલી મૂડી કે જેના લીધે આપણું કામ ના અટકે. આને આપણે દિવસ, મહિના કે વર્ષના સંદર્ભમાં નક્કી કરી શકીએ. જેમ આપણાં શરીરમાં લોહી કામ કરે છે એવી જ રીતે કોઈ પણ ધંધામાં કાર્ય મૂડી જેને અંગ્રેજીમાં working capital કહેવાય છે. જેમ શરીરમાં લોહી જ ન હોઈ તો શરીર જીવિત જ ન રહી શકે એવી જ રીતે જો ધંધામાં working capital ન હોઈ તો ધંધો બંધ થઈ જાય.
જેમ શરીરમાં લોહીની જરૂર છે તેવીજ રીતે ધંધામાં કાર્યમૂડીની જરૂર છે.
ઉમેશકુમાર તરસરીયા
કાર્ય મૂડીને એક વૃક્ષની જેમ સાચવવી જોઈએ. જે રીતે આપણને આગની જરૂર હોય તો વૃક્ષની ડાળીનો ઉપયોગ કરીએ છીએ નહીં કે તેના મૂળિયાનો. કેમકે આપણે જાણીએ છીએ કે વૃક્ષના મૂળિયાં કાપવામાં આવે તો વૃક્ષ મરી જશે. આપણી કાર્યમૂડી પણ મૂળ છે, મૂળ સાથે ક્યારેય મૂડી ઓછી ન કરાઇ. જ્યાં સુધી એને શાખાઓ નથી આવતી ત્યાં સુધી વાટ જુવો અને પછી એને કાપો. અહીં હું આશા રાખું છું તમે મારી વાત સમજી ગયા હશો.
આપણી આવક એ એક બીજ છે, આપણું રોકાણ એ એક વૃક્ષ છે, આપણો નફો એ વૃક્ષની શાખા છે. જ્યાં સુધી આપણે માત્ર શાખાઓ જ કાપીશું ત્યાં સુધી આપણું વૃક્ષ જીવિત રહેશે.
પોસ્ટ નાની છે પણ શીખ મોટી છે.
વાહ ખુબ જ સરસ રીતે કાર્ય મુડી ની વાત સમજાવી આપે…