રોજ બરોજના જીવનમાં દરેક વ્યક્તિ પોતે બધા થી અલગ છે, પોતે કંઈક વિશેષ છે એવું સમજતા હોઈ છે. અને મજાની વાત છે કે આવું બધા જ સમજે છે તો તે બધા થી અલગ કઇ રીતે?
સ્વાભાવિક છે ભગવાને આપણને એક જ જીવન આપ્યું હોઈ તો એ એક જ હોવાથી આપણાં માટે બહુ મૂલ્ય હોવું જ જોઈએ પણ આપણે જે સમજીએ છીએ તે અને વાસ્તવિકતા છે તે બંને અલગ અલગ વસ્તુ છે. માત્ર વસ્તુ માની કે સમજી લેવા થી થઈ નથી જતી. જે વસ્તુ આપણે માનીએ છીએ તેને ભૌતિક રીતે સાર્થક પણ કરવી એટલી જ જરૂરી છે. અને જ્યારે તે સાર્થક કરી બતાવો ત્યારે તમે નિચ્ચીત રૂપ થી અલગ છો તે પુરવાર થાય.
મિત્રો, અહીં મેં આ પોસ્ટ મેં શીર્ષક આપ્યું છે – “તમને કોણે રોક્યા છે?” આ પ્રશ્ન એવા વ્યક્તિઓ માટે છે જે વાતો તો ઘણી કરે છે પણ વાતો મુજબ કામ થતું નથી અને તેના જવાબદાર અન્યને ગણતા ફરે છે. આવા વ્યક્તિ પોતે જ બધુ છે, પોતાને જ બધું જ આવડે છે અને પોતાને બધી જ ખબર છે તેવું સમજે છે અને તેવું સમજવામાં ખોટું પણ નથી, પરંતુ તે એવું સમજતા જ હોઈ તો જેતે વસ્તુ ને સિદ્ધ કરવામાં અન્ય લોકોના ટેકા ની રાહ કેમ જોઈને બેસે છે?
મિત્રો અહીં હું કોઈ વ્યક્તિ વિશે અંગત કટાક્ષ નથી કરતો કે નથી કોઈ વ્યક્તિના સ્વભાવ વિશે તર્ક કરતો. હું તો દ્રઢ પણે સમજુ છું કે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક વિશેષતાઓ હોઈ છે, પરંતુ ગાડી અટકી જાય ત્યાં શુ કરવું? શું તમને તમારા વિચારો, નિર્ણયો કે સુજબૂજ પર પૂર્ણ વિશ્વાસ હોઈ અને અન્ય લોકો તમને તમારા વિચારોને સાથ ન આપે તો શું તમે માત્ર તેવો ને દોષ આપતા બેસી રહેશો?
તમને કોણે રોક્યા છે? આ સવાલ પર થોડું વિચાર કરો. હું તો સમજુ છું કે અન્યની સહાયતાઓ લેવાની હોઈ ત્યારે જ કોઈ કામ આડા પગ કે સહયોગમાં બાધા ઉભી કરી શકે પરંતુ જો જાતે જ કાર્ય કરવાનું હોય તો કોઈ રોકવા વાળું છે જ નહીં. જ્યારે અન્યનો સાથ ન મળતો હોય તો અન્ય પાસે અપેક્ષાઓ મુકીને આપણે આપણા કાર્યમાં જાતેજ શરૂઆત કરવી જોઈએ.
શરૂઆત ભલે ધીમી હોઈ પરંતુ પરિણામ સુધી ન પહુચે ત્યાં સુધી તે પ્રયત્નોને અતૂટ રાખવા જોઈએ. જે વ્યક્તિઓ પોતાના આત્મા વિશ્વાસ પર વિશ્વાસ ન રાખી શકતો હોય તે વ્યક્તિ ક્યારેય જીવનમાં ધારેલા કાર્ય કરી શક્તો નથી.
પહેલાનો સમય હતો જ્યારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ 4 ભાગ માં સમાજ વેચાયેલો હતો. આ ચારેય વર્ણના લોકોના છોકરાઓને એક બીજાના વર્ણના કાર્યો કરતા રોકવામાં આવતા જો તેવો જેતે સમયમાં કહે કે મને રોકવામાં આવે છે તો વાત સમજમાં આવે. પરંતુ આજે સમય અલગ છે આજે તમને કોણ રોકે છે? તમારામાં તાકાત હોઈ, આવડત હોઈ, કુશળતા હોઈ તો કર્મ થી તમે કોઈ પણ કાર્ય કરો તમને કોઈ રોકવા વાળું છે જ નહીં.
બીજાના ભરોસે, બિનના ટેકે અને બીજાના ઉપકાર સાથે કરેલા કર્યો સમયે જરૂર થી મેણા બની પરત આવતા હોય છે. આથી અન્ય તમને તમારા કાર્યમાં સ્વેચ્છાએ મદદ કરે તો ઠીક નહીંતર એકલા ચાલતી પકડી લેવી…
તમને ત્યાં સુધી કોઈ નથી રોકી શકતું જ્યાં સુધી તમને રોકવા તૈયાર નથી થતા.