મિત્રો, ખાસ્સો સમય થઈ ગયો આ બ્લોગ પર ઘણા સમયથી આ બ્લોગ પર પોસ્ટ પબ્લિશ થઈ ન હતી. જૂનું હોસ્ટિંગ પત્યું અને નવું હોસ્ટિંગ ખરીદ્યું. ફાઇલ્સ અને ડેટાબેઝ નવા સર્વેરમાં લિંક કર્યા, મારી આ website તમે જોઈ હશે તો ખ્યાલ હશે કે થોડા પ્રોબ્લેમ્સ ને લીધે design પણ ખરાબ થઈ ગઈ હતી.
ખેર આખરે ફરીશ થી બધું બરાબર થઈ ગયું અને આ બ્લોગ ફરીશ થી લખવાનું શરૂ કર્યું.
માનવ અને સમાધાન આ બે શબ્દો એક બીજાના વિરોધી છે. માણસ હોઈ ત્યાં સમાધાન હોઈ જ નહીં. અહીં સમાધાન થી મતલબ કંઈક હશીલ કરી લેવાનું, કંઈક ઉપલબ્ધીઓ મેળવી લેવાનું છે. દા.ત. એક વ્યક્તિ કે જે મહિને 1 લાખ રૂપિયા કમાય છે તો તે વધુ બીજા 1 લાખ ક્યાં થી મળે એ બાજુ દોડે છે. વાત સાચી પણ છે કેમ ન દોડીએ… ભગવાને પગ આપ્યા છે તો દોડવું તો જોઈએ જ આના થી સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને પરિણામ પણ સારું મળશે.
પણ આ બધી ભાગદોડમાં મને એક પ્રશ્ન થાય કે સમાધાન ક્યારે, સંતુષ્ટિ ક્યારે? આ બધી ભાગદોડમાં આપણે કંઈક ગુમાવીતો નથી રહ્યા ને? કંઈક થી મારો મતલબ જીવન સાથે છે, જીવનના આનંદ સાથે છે, જીવનમાં અંગત સંબંધો સાથે છે, જીવનના પાયાના મૂલ્યો સાથે છે.
આજના અનિચ્ચીત અને ભાગદોડ ભર્યા જીવનમાં કંઈક આપણે એટલા તો વ્યસ્ત નથી થઈ ગયા ને કે હરીફાઈને જીતી લીધા પછી જીવન જીવવાનું તો રહી જ જાય. કંઈક આપણે એવી હરીફાઈમાં તો નથી દોડીરહ્યા ને કે જે ક્યારેય પુરી જ ન થાય? આ દરેક પ્રશ્ન વ્યક્તિ એ જરૂર થી પોતાની જાત ને પૂછવા જોઈએ.
હા, એ વાત સ્વીકાર્ય છે કે આ જીવન હરીફાઈ વાળું જ છે. પરંતુ હરીફાઈમાં જ્યારે થાક લાગે ત્યારે થોડો આરામ કરી લો, જીવનમાં મનગમતી પ્રવૃતિઓ કરી લો, પોતાના માટે સમય કાઢીલો કે જ્યાં આ ભાગદોડની ચિંતા જ ન હોઈ.
દોડભાગના સમયે એવું પ્રદર્શન કરો કે લોકો તમને યાદ કરે કે ના આ વ્યક્તિ એ પોતાની બધી જ જવાબદારી નિભાવી છે અને એક ઉદાહરણ તરીકે લોકો તમને યાદ કરે. પણ એ બધું કરવામાં થાક લાગે ત્યારે આરામ પણ જરૂરી જ છે. એ આરામ આપણા એ માનસિક શાંતિ માટે જે આપણને વધુ આગળ વધવા તરફ મદદરૂપ થાય. સમાધાન જીવનમાં ખરું પણ જ્યારે જરૂર જણાય ત્યારે જ… બાકી આ જીવનમાં ત્યાં સુધી દોડવાનું છે જ્યાં સુધી આપણા માથે જવાબદારી છે.
દોડભાગ કર્યા વગરનો અને પોતાની જવાબદારી થી ભાગી ને કરેલો આરામ આ દુનિયા માટે હરામ બરાબર છે. અને એવી દોડભાગ કે જેનું કોઈ પરિણામ જ ન હોઈ તે પણ હરામ બરાબર જ છે.
આ તો જીવનમાં વર્તમાન પરિસ્થિતિ ને આધારે જે અનુભવ્યું તે લખ્યું. બાકી જીવનમાં દરેક વસ્તુ સમય , સંજોગ અને પરિસ્થિતિ રૂપી બાહ્ય પરિબળો પર આધારિત હોય છે. અહીં જીવન સીધા ગણિત નથી ચાલતું. અમૂક સમયે ગાડી એટલી ખેંચવી પડતી હોય છે કે ગાડીની ક્ષમતા કરતા પણ વધારે કામ લેવું પડતું હોય છે. પરંતુ શ્રેષ્ઠ વ્યક્તિ એજ જે સમય, સંજોગ અને પરિસ્થિતિને ઓળખી પોતાની જાતને ખરો સાબિત કરી જાણે.
મારું એવું માનવું છે પોતાના જીવન માટે ક્ષણિક સમાધાન તો જીવનમાં પ્રાપ્ત કરવું જોઈએ. અંતે જો આખું જીવન દોડવામાં જ જાય તો છેલ્લે અફસોસ સિવાય કંઈ જ હાંસિલ નહિ થાય.
100 % ની સાચી વાત છે. ખૂબ સરસ બ્લોગ લખો છો તમે , જીવનની ઘણી પ્રેરણા મળે છે તમારા બ્લોગ વાંચી ને , મનને શાંતિ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો…🙏🤗