આપણા જીવનમાં આપણને અનેક લોકોની મુલાકાત થતી હોય છે. અને એ મુલાકાતમાં આપણે જેતે વ્યક્તિઓ વિશે મનમાં એક ધારણ તૈયાર કરીયે છીએ અને આપણા અનુભવના આધાર પર આપણે આપણાં મનમાં તેનું વર્ગીકરણ કરી એક ચોક્કસ વિચાર ધારા બાંધી લઈએ છીએ. પરંતુ ઘણી વાર કેટલાક એવા લોકો મળે છે કે જેનો અનુભવ આપણને હોતો નથી. આ બ્લોગ પોસ્ટ માં તેવા જ એક માનવીય સ્વભાવ વિશે લખવા જઈ રહ્યો છું.
હમણાંજ બિઝીનેસના ઉદ્દેશ થી હું સુરત થી વાપી સવારની 7 વાગ્યાની રેલ ગાડીમાં ગયો. આ ટ્રેનમાં દરરોજ નોકરી માટે અવર જવર કરતા પાસ ધારકો પણ આવતા હોય છે. પાસ ધારકોનો વ્યવહાર અલગ જ હોઈ છે તેનો તો અનુભવ હતો જ પરંતુ આ વખતે એક નવી વાત અનુભવવા મળી.
પાસ ધારકોની વૃત્તિ બે પ્રકારના હોય.. એક કે પોતે ખોટા છે એ જાણે છે અને સત્યની સાથે રહે છે. અને બીજા નકટા એ કે જે જાણે છે કે પોતે ખોટા છે તેમ છતાં સામે વાળા સાથે પોતાના અંગત સ્વાર્થ માટે ખોટું કરવું. તો આ બીજા પ્રકારના માણસો વિશે આજે વાત કરીયે.
રેલ ગાડીમાં આ પ્રકારના પાસ ધરકોનું આખું ગ્રુપ હોઈ છે કે જે કોઈ એકલા વ્યક્તિ પર ચડી બેસે અને નવા અથવા ભોળા ભલા વ્યક્તિઓને દબાવે છે. આ વખતે ટ્રેનના ડબ્બામાં ચડતાની સાથે તેવા લોકોનો સ્વભાવ વર્તાઈ ગયો. કોઈ વિવાદમાં એક મહિલા અને સામે આ વિકૃતિ વાળા 10 થી 15 જણા એક સાથે તૂટી પડ્યા અને તે બેન ને બોલવા જેવા ન રાવ દીધા. દયા તો મને એ વ્યક્તિ પર આવતી હતી કે જે તેમાં મુખ્ય હતો અને માથે એક સંપ્રદાયનું ટીલું હતું. મને જેતે સંપ્રદાય પ્રત્યે સન્માન છે એટલે તેનું નામ અહીં લખતો નથી, પણ તે વ્યક્તિ તે સંપ્રદાય થી કઇ શીખ્યો હોઈ તેવું વર્તાતું ન હતું. એક મહિલા સાથે કઈ રીતે વાત કરવી તેની સમજ જો તેને જેતે ધર્મ માંથી આપવામાં આવી જ હશે પરંતુ આ વ્યક્તિ તે શીખીને પણ તેનું અનુસરણ કરતો ન હોઈ ત્યારે એમ થાય કે દેખાવ માટે સા માટે માથે ટીલું કરતો હતો. હું તિલકના સ્થાને ટીલું શબ્દ વાપરું છે તેના માટે ધર્મ ભાવિકો પાસે ક્ષમા પણ તેના માથે જે હતું તે ટીલું જ વર્તાતું હતું, તે તિલક ન હતું.
આવા માણસો ને ખબર હોય છે કે પોતે ખોટા છે એટલે ખોટા વ્યક્તિઓ ની સમુહિકતામાં જ રહે છે. આવા લોકો પોતાના બે પગ પર પોતાને ક્યારેય સિદ્ધ ન કરી શકે ને ગ્રૂપના બળે એમ સમજે છે કે પોતે કઇ તિર મારી દીધું.
જે વ્યક્તિ પોતે ખોટા છે અને ખોટું કરતા જ રહે તેને સમાજ ક્યારેય સ્વીકારતો નથી અને જેતે સમયે જેતે વ્યક્તિઓ ને પાઠ ભણાવવા વાળા માલી જ જતા હોય છે.