એક બાળક જયારે ચાલતા શીખે ત્યારે અનેક વાર પડે છે, પણ એ બાળક ચાલવાનું શીખવાનું ધ્યેય પડતું નથી મુક્તો કેમકે તેની સામે અનેક લોકો હોઈ છે જે તેના જેવાજ પગ પર ચાલતા હોઈ છે.
જીવનના આકરા સમયમાં કે સામાન્ય સંજોગોમાં પડી જવું એ એક સામાન્ય ઘટના છે, મોટાભાગના લોકો પોતાના જીવનમાં પડીને જ ઉભા થાય છે. અને આપણે પણ એમાના જ એક છીએ. જયારે કોઈ તિર નિશાના પર તાકવામાં આવે ત્યારે દરેક તિર પોતાના લક્ષ્યાંક પર જ જાય તેવું નક્કી નથી, મોટા ભાગના તિર અન્ય જગ્યાએ જઈને જ પડે છે. ખુબ ઓછો વિરલા હોઈ છે જે નસીબ રૂપી બાય-પ્રોડક્ટ સાથે જન્મેલા હોઈ છે અને પ્રથમ દાવમાંજ તિર ને પોતાના લક્ષ્ય પર મારી શકે છે. આપણે એવા નસીબની વાટે બેસવાનું જરૂર નથી, માત્ર ધીર અને ગંભીરતા સાથે સતત પ્રયત્ન કરવાની જરૂર છે.
સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે એક તિર મારી નિષ્ફળ થઇને બેસી જઇએ છીએ. ભલે આપણે 11 વખત પ્રયત્ન કરવા છતાં લક્ષ ન મળ્યું હોઈ તોય આપણે 12મી વખત પ્રયત્ન કરવો જોઈએ.
એક ચિત્તો જયારે શિકાર કરવા જાય છે ત્યારે 90% માં તે નિષ્ફળ થાઈ છે તો તે વેજીટેરીઅન નથી થઇ જતો.
એક બાજ અનેક વખત પોતાના શિકાર પર ઝપટે છે અને અનેક વખત નિષ્ફળ પણ જાય છે તો શું બાજ ખાસ ખાઈ ને જ જીવે છે? ના, ફરી તે શિકાર કરે છે અને પોતાનું પેટ ભરે છે.
જો તમે મનમાં જ હાર માની લીધી તો બધી જ વસ્તુનો અંત નિચ્છીત છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. મનમાં વિચારો કે આજે નઈ તો કાલે મારુ પૂર્વ નિર્ધારિત લક્ષ હાંસિલ થશે જ. આ વિચારજ આપણને સૌને સમસ્યામાથી સમાધાન તરફ લઇ જશે.
હાર કે જીત સૌ પ્રથમ આપણા મનમાં નક્કી થાય છે અને ત્યારે બાદ આ ભૌતિક જગતમાં તે આવે છે. જે વાસ્તવિક ભૌતિક જગતમાં વિનર છે તે જીતતા પહેલા હજારો વખત પોતાના મનમાં જીતી ચુક્યો હોઈ છે.
લોકોની આપણી પર જે અપેક્ષાઓ છે તેનાથી પણ વધારે પોતાની જવાબદારીઓને મક્કમ કરો કે જેથી આપણે બહાનાઓની જરૂરજ ન પડે.
આજનો દિવસ ક્યારેય પણ હાર માનવા માટે બેસ્ટ નથી, ખુબ જલ્દી હારમાની લેવી યોગ્ય નથી.
આપના માટે આ જુલાઈ મહિનો સર્વશ્રેષ્ઠ રહે તેવી પ્રભુને પ્રાર્થના…
ખુબ જ પ્રેરણાત્મક વાત કરી આપે..ખુબ જ સુંદર લખાણ…