કરેલા કામનો અવાજ બોલેલા શબ્દ કરતા પણ વધુ હોય છે. આ વાક્ય વાંચી તમે કહેશો કે ખરેખર શું કામ બોલે, મારો જવાબ છે હા બોલે..આપણા બાપ દાદાના ઘણા કામો હશે જે આજે પણ બોલતા હશે ભલે એ હોઈ કે ન હોઈ. અહીં મારો કહેવાનો અર્થ બોલવાના અવાજ સાથે નથી પણ પડઘા સ્વરૂપ એક ઘટના સાથે સંબંધ છે.
મેં ઘણા સમય પહેલા એક પોસ્ટમાં લખેલું કે સફળતા એ એક આદત છે. જો તમે એ વાંચી ન હોઈ તો મેં લિંક આપેલી છે જે તમે વાંચી શકો છો. આપણી વાતો કે પ્લાનિંગ ગમે તેટલું સારું કેમ ન હોઈ પણ તે વ્યર્થ છે જો એ પ્લાનિંગને વાસ્તવિક જીવનમાં અપનાવવામાં ન આવે. એક શૂદ્રઢ આયોજન અને એ આયોજન નું અમલીકરણ કરવું તેને હું એક આદત કહું છું.
કોઈ પણ અડતની શરૂઆત હંમેશા નાની વસ્તુઓ થી કરવી જોઈએ. જેમકે આયોજનના અમલીકરણની આદત કેળવવા આજે કોઈ પણ બે વસ્તુ કરવાની નક્કી કરો અને એ વસ્તુ કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરો. કામ કોઈ પણ હોઈ શકે જેમકે આજે મારે રોજ કરતા વહેલું સુઈ જવું છે, આજે હું પુસ્તકના 3 પેજ read કરીશ, આજે જમવાનું હું જાતે બનાવીશ, આજે હું 10મિનિટ કસરત કરીશ. જ્યારે આપણે આવા નાના નાના ધારેલા કાર્ય પૂર્ણ કરીશું ત્યારે આપણી અંદર એક આત્મવિશ્વાસ નિર્માણ થશે જે આત્મવિશ્વસ આપણને દરેકને મોટા કર્યો પૂર્ણ કરવામાં પણ મદદરૂપ થશે. આ મારો અનુભવ છે તમે પણ એક વાર કરી જુવો, માત્ર એક વસ્તુ મનમાં ગાંઠ મારીને રાખો કે હું જે નક્કી કરું તે મારે ગમે તે સંજોગોમાં ગમેતે પરિસ્થિતિમાં પૂર્ણ કરવાનું જ છે – હા એ વાતનું ધ્યાન રાખજો કે આપણા નિર્ણયમાં અન્ય કોઈ ને પરેશાની થાય તેવી કોઈ વસ્તુ ન કરવી.
મેં મારા ધંધામાં અનુભવ્યું છે કે પરિસ્થિતિઓ ભાગ્યેજ આપના પક્ષમાં હોઈ છે, મોટા ભાગે વિપરીત પરિસ્થિતિઓ માંથી જ આપણે આપણો રસ્તો કરવાનો હોય છે. આવા સમયે માત્ર શબ્દો કામ નથી કરતા એ સમયે આપણાં દ્વારા કરવામાં આવેલા કાર્ય જ આપણને જેતે પરિસ્થિતિમાંથી ઉગારે છે.
સખત પરિસ્થિતિને સખત વ્યક્તિત્વજ લડી શકે આથી પોતાને સખત વ્યક્તિત્વ બનાવવા નિયમિત વિજય થવાની આદત કેળવો. ભલે વિજય નાની હોઈ પરંતુ આત્મવિશ્વાસ નાનો કે મોટો નથી હોતો, નાની નાની સફળતા દ્વારા આપણે આત્મવિશ્વાસના બીજના અંકુરણની પ્રક્રિયા કરવાની છે.
આપણે સૌએ અત્યાર સુધી જેટલા પણ પ્રેરણાદાયક શબ્દો સાંભળ્યા છે એ દરેક શબ્દોને કાર્યમાં પરિવર્તિત કરવાનો સમય આવી ગયો છે. મારો વિશ્વાસ કરો આજનો દિવસ એ ઘટિત કરવા માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ છે.
માત્ર શ્રોતા નહિ, માત્ર વાંચક નહીં પરંતુ એક શબ્દોને વાસ્તવિકમાં પરિવર્તિત કરનાર વ્યક્તિ બનો. મારો વિશ્વાસ કરો, આવા લોકો ખૂબ ઓછા હોઈ છે અને એવા લોકોનો સંગાથ તમને જરૂરથી જીવનમાં ખૂબ ઉપયોગી થશે.
આગળ વધતા રહો, આપણે સૌ ખરેખર સફળતાનાં હકદાર છીએ.
વાહ ખુબ જ સુંદર રજુઆત કરી આપે…