વિશ્વની 90% શોધ 18 અને ખાસ કરીને 19મી સદીમાં થઇ છે જેનું ઇતિહાસ ગવાહ છે. આ દરેક શોધો મનુષ્યની વધતી જતી બુદ્ધિની સાબિતી છે, વૈશ્વિકરણ અને કોમ્યુનિકેશનના બહોળા વિકાસને કારણે આજે સમગ્ર વિશ્વ ખાસ કરીને આજનો યુવાન વૈજ્ઞાનિક તથ્યોને વધારે મહત્વ આપે છે જે આપણે સૌએ સ્વીકારવીજ રહ્યું.
કોઈ પણ સમાજના દ્રઢ વિચાર ધારકો માટે પરિવર્તન સ્વીકારવું ખુબજ અઘરી વાત છે તેમાં પણ ખાસ કરીને સંસ્કૃતિમાં બદલાવ…. કારણ કે તેવોના પૂર્વજો દ્વારા સાચવેલી સંસ્કૃતિ જ બધું છે, તેને પોતાની સંસ્કૃતિના સિધ્ધાંતો, મૂલ્યો કે કહીએ સંસ્કાર.. ભૂંસાઈ જવાનો દર લાગતો હોય છે. વાસ્તવિકતામાં જો જોઈએ તો સંસ્કૃતિનું નિર્માણ થતા હજારો વર્ષો લગતા હોઈ છે અને આવા દ્રઢ વિચારોની ચિંતા પણ સ્વાભાવિક છે. પરંતુ ટૂંક સમયમાં થયેલા બુદ્ધિના બહોળા વિકાસને કારણે વિશ્વ નાનું થઇ ગયું છે અને એક થી વધુ સંસ્કૃતિઓ આપસમાં નજીક આવવાને કારણે કલ્ચરના સંસ્કાર પણ સંક્રમણ થવા લાગ્યા છે. દરેક સમાજમાં સારા અને ખરાબ એમ બંને પ્રકારના લોકો રહે છે આથી આ સંસ્કાર સકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે. જો આ સંક્રમણ સકારાત્મક હોઈ તો હિન્દી કી કહેવત પ્રમાણે “એક ઔર એક ગ્યારાહ” ની જેમ સમાજ માટે ખુબ જ ઉપયોગી સિદ્ધ થઇ શકે છે.
મેં મારા જીવનમાં એક અધ્યયન કર્યું છે. આ વાત કડવી છે પરંતુ આપણે આ વાત સ્વીકારવીજ પડશે કે વેસ્ટન કલ્ચર વૈજ્ઞાનિક વધુ અને ભારતીય કલ્ચર ભાવાત્મક વધુ છે. અને એટલે જ કદાચ વિશ્વના મોટા ભાગના મોટા ભાગના પ્રચલિત વૈજ્ઞાનિક ભારતના ન હોઈ વેસ્ટર કલ્ચરના છે.
આજે જ્યારે આપણે રુદ્ધિ સુસ્ત માણસોને જાહેર સભાઓમાં બોલતા જોઈએ તો તેવોને સાંભળીને તેવું જ લાગે કે વેસ્ટર્ન કલ્ચર એટલે નકારાત્મક કલ્ચર કારણ કે તેવો સિક્કાની માત્ર નકારાત્મક બાજુ જ જુવે છે. આમ તેમનો કોઈ વાંક નથી કેમ કે એમણે કદાચ પોતાના જીવનમાં આ કલ્ચરની સકારાત્મક બાજુ જોઈ જ નથી…
આજે હું જોવ છું કે જેવો વડીલ ઉંમરના છે તેવો આ બદલાવને સ્વીકારવા તૈયાર નથી કારણકે તેવોને આત્મા વિશ્વાસની ઉણપ છે કે બીજી ભાષામાં કહીયેે તો એ વાત માં જરા પણ અવિવેક નથી કે તેવો દ્વારા કરાયેલા સંસ્કાર પર અવિશ્વાસ છે કે આપણી સંસ્કૃતિના યુવાનો શું બીજી સંસ્કૃતિની નકારાત્મક બાજુ થી બચી શકશે? અને બીજી બાજુ યુવા વર્ગ કે જેવો વડીલો કરતા ઘણા બુદ્ધિ વાદી છે. (અનુભવ થી વડીલો થી ઓછું પરંતુ ઉમરની સાપેક્ષે વડીલો થી વધુ ) વેસ્ટર્ન કલ્ચર થી ખુબજ પ્રભાવિત છે કારણ કે તે વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત છે. પરંતુ આપણી યુવા પીઢિને માત્ર નકારાત્મક બાજુ માંજ વધારે રસ છે જે પણ કટુ સત્ય જ છે.
હવે આ આખ્ખી ચર્ચામાં સમસ્યાએ છે કે વડીલ વય ના વ્યક્તિઓ નકારાત્મક બાજુને પકડી ને બેસેલા છે અને યુવા વર્ગ નકારાત્મક બાજુ ને છોડવા નથી ઇચ્છતો.
આજે આપણે કોઈની સાથે મિત્રતાની કે સંબંધની શરૂઆત કરીયે તો તેને સંબંધિત 100 વાતો સકારાત્મક આપણેને મળી જાય છે, અને જયારે આપણેે એ મિત્રતા કે સંબંધને તોડવાનું વિચારીએ તો 100 નકારાત્મક વાતો જેતે વ્યક્તિ વિષે મળશે.
કોઈ પણ કલ્ચર હોઈ તેમાં નકારાત્મક પહેલું હોતા જ હોઈ છે, પરંતુ જો દરેક કલ્ચર/સંસ્કૃતિ માત્ર નકારાત્મક બાજુ જ જોશે તો એક બીજા કલ્ચર માં શીખશે શું?
વેસ્ટન કલ્ચર આજે વિશ્વમાં પ્રચલિત છે કારણકે તે મનુષ્યની વિકાસ યાત્રાનાપ્રવાહની દિશા ફરફ આગળ વધે છે – મનુષ્ય શ્રુષ્ટિના નિર્માણ થી જ બુદ્ધિનો વિકાસ કરતો આવ્યો છે. બિદ્ધિનો વિકાસ એ મનુષ્યનો મૂળ સ્વભાવ છે ઉદાહરણ તરીકે આપણે આજના કોઈ પણ બાળકનું બુદ્ધિનું નિરીક્ષણ કરી શકીયે તો જાણીશું કે જેતે ઉમર માં આપણી બુદ્ધિનો વિકાસ એટલો નતો જેટલો તે બાળકનો હશે.
આજે આપણે વેસ્ટન કલ્ચરના સર્ટ, જિન્સ સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ આ બધું જ સ્વીકાર્યું કેમકે તે વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત છે અને હા…. વેસ્ટન કલ્ચર ભારતના કલ્ચર કે જેના પાયા વૈજ્ઞાનિક અને સકારાત્મક છે તેને સ્વીકારતું થઇ ગયું છે. ઉદાહરણ સ્વરૂપે :- યોગ અને આયુર્વેદ. આ બાબતમાં તેવો ભવિષ્યમાં આગળ નીકળી જાય તો કોઈ નવાઈ નથી.
(સાચા અર્થમાં આપણે પરિસ્થિતિની વાસ્તવિકતા સ્વીકારી માનવું જોઈએ કે આપણે આપણી સંસ્કૃતિને જેટલા અંશે વૈજ્ઞાનિક બનાવવી જોઈએ તેટલા અંશે વૈજ્ઞાનિક બનાવવામાં અસમર્થ રહયા છીએ. કારણકે આપણે આ નાના વિશ્વ થી થતા બદલાવ થી પરિચિત જ નથી.)
તો આજે જયારે પૂરું વિશ્વ નાનું થઇ રહ્યું છે, એક બીજાની નજીક આવી રહ્યું છે ત્યારે કેમ નહિ પ્રગતિ કરવા માટે આપણે સકારાત્મકતાને અપનાવીને આગળ વધીએ.
ઘણી બધી પરિસ્થિતિ એવી હોઈ છે જે ઘતીટ તો થતી હોઈ છે પરંતુ આપણું ધ્યાન ત્યાં નથી હોતું અને જયારે વાત પોતાની બધી સીમાઓ ઓળંગી દે છે ત્યારે આપણને જેતે પરિસ્થિતિ થી વાકેફ થઈએ અને પછી “અબ પાચતાવે તો ક્યા, જબ જબ ચીડિયા ચૂગ ગઈ ખેત” જેવી કહેવાતો થી મનને દિલાશો આપતા રહીએ.