આપણને આપણા જીવનમાં કંઈપણ અચાનક નથી મળતું. લોકો વિચારે છે કે સફળતા એક પળમાં મળવાની વસ્તુ છે, પરંતુ તે ખરેખર નથી. સફળતા મેળવવી એ એક પ્રક્રિયાનો ભાગ છે.
આપણા દરેકમાં અનંત સંભાવનાઓ છે જો તેને જાણવામાં આવે અને તેને પામવા પ્રયત્ન કરવામાં આવે તો આપણે સફળ થઈ શકીએ છીએ. જીવનમાં હરહંમેશ આપણને સફળતા મળશે જ તેવી જીવનશૈલી ક્યારેય સ્વીકારવી જોઈએ નહીં કેમકે જ્યારે નિષ્ફળતા મળે ત્યારે માણસ અંદર થી તૂટી જતો હોય છે. એક તૂટી ગયેલ વ્યક્તિ જ્યારે ફરી પ્રયત્ન કરે ત્યારે પહેલા પોતે પોતાનું તૂટેલું પણું સારું કરવું પડે છે જે ખૂબ અઘરું છે.
એક સામાન્ય વ્યક્તિ પોતાનું જીવન નિષ્ક્રિયતા, આળસમય અને બિનઉપયોગી રીતે વેડફી નાખતો હોઈ છે. તેવા વ્યક્તિની પ્રાથમિક સમસ્યા એ છે કે તેવો પોતાના વિશે, પોતાનામાં રહેલી એ અનંત સંભાવનાઓ વિશે પણ વિચારતા નથી. જે વ્યક્તિ પોતાના વિશે પણ ન વિચારી શકતો હોય તે બીજા વિશે શુ વિચારવાનો, આવા વ્યક્તિ સમાજમાં માન સન્માન થી વાંચીતજ પોતાનું જીવન વિતાવી દે છે.
આપણે આપણા જીવનમાં આપણી વર્તમાન સ્થિતિને અંતિમ સ્થિતિ તરીકે ક્યારેય સ્વીકારવી જોઈએ નહીં, અને જો તેમ કરીશું તો આગળની પ્રગતિ અટકી જશે. આગળ પ્રગતિ માટે પ્રથમ તો વર્તમાન સ્થિતિમાં જે કોઈ સુધારા,વધારા કે બદલાવની જરૂર પડે તે દરેક કરવાની કટિબદ્ધતા દર્શવાવાની જરૂર છે.
કારણ કે હજી ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણે આપણા જીવનમાં જોવાની, અનુભવવાની અને મેળવવાની બાકી છે. આ દરેક વસ્તું , સિદ્ધિઓ કે સ્થિતિને ઓળખી તેને પ્રાપ્ત કરવા માટે ધ્યેય નિર્ધારણ કરવું જોઈએ.
આપણે જીવનમાં તે જોવાનો પ્રયાસ કરવો જોઈએ જે હજી સુધી આપણને દેખાતું નથી.
આપણે આપણી જાતને એ ઉચ્ચ શિખર પર જોવી જોઈએ કે જ્યાં પહોંચવું કઠિન તો છે પણ અશક્ય નથી. આપણે એ ઉચ્ચ શિખર માટે જ બન્યા છીએ અને એજ આપણું વાસ્તવિક ઘર છે તેમ અનુભવી તે પ્રાપ્ત કરવા અગ્રસર થવું જોઈએ.
Comment