આપણા રોજિંદા જીવનમાં આપણે અનેક લોકોને મળીએ છીએ, આમાંના દરેક લોકો ની પોતપોતાની વિચાર ધારા હોઈ છે. જ્યારે આ વિચાર ધારાઓ એક બીજા સાથે સુસંગત ન થયા ત્યારે વ્યક્તિની એક બીજા પ્રત્યે ની લાગણીઓમાં ફેર બદલ થાય છે.
ઘણા લોકો હંમેશા પ્રયત્નશીલ હોઈ છે કે તેવો બધાને જ ખુશ રાખી શકે. પરંતુ વાસ્તવમાં અલગ અલગ અનુભવો, માન્યતાઓ કે કહીયે વિચારધારા ને લીધે તે શક્ય ન બને. આવા સમયે હતાશ થવાના સ્થાને આપણે આપણા કાર્યમાં ધ્યાન રાખવું જોઈએ. થઈ શકે છે મતભેદ ના કારણે મન ન મળે પણ તેના થી મનભેદ ન ઉભો કરવો જોઈએ. જેતે પરિસ્થિતિમાં સંબંધ પણ બની રહે અને વાત નો વિવાદ પણ ન થાય તે રીતે દૂર રહેવું જોઈએ.
મિત્રો, આ પોસ્ટ એટલા માટે લખું છું કારણકે હાલમાં જ એક અનુભવ આવ્યો. અને આ અનુભવ સારી કક્ષાનો તો નથી જ પરંતુ જેતે પરિસ્થિતિમાં મેં જે કઈ નિર્ણય લીધો તે હું શેર કરું છું.
અહીં હું મારા બ્લોગમાં માત્ર મારા અનુભવની જ વાત કરું છું એટલે પ્રયત્ન કરીશ કે કોઈ વ્યક્તિ, સંસ્થા કે ઘટના ને હું ઉલ્લેખિત ન કરું.
જ્યારે આપણી વિદ્યાર્થી જીવન જીવી રહ્યા હોઈએ, આપણી પાસે ઈતર પ્રવૃત્તિ માટે સમય જ સમય હોઈ છે. આ પ્રવૃત્તિમાં અનેક પ્રવૃત્તિઓ હોઈ જેમકે રમત ગમત, સામાજિક કાર્ય, કાળા ને સંબંધીતી પોતાનું ડેવલપમેન્ટ વગેરે…
વિદ્યાર્થી કાળ પૂરો થાય અને પારિવારિક જવાબદારી સારું થાય એટલે ઇત્તર પ્રવૃત્તિનું પ્રમાણ પણ ઓછું થાય જે સ્વાભાવિક છે. આ ઇત્તર પ્રવૃત્તિમાં જ્યારે આપણે નિઃસ્વાર્થભાવે આપેલા સમય, સહયોગ અને પરિશ્રમની કિંમત ન થાય ત્યારે સમાજમાં આપણા પ્રત્યે ની એક છબી ઉભી થયેલી હોઈ છે.
હવે સમસ્યા ત્યારે ઉદ્ભવે છે કે જ્યારે પારિવારિક જવાબદારીઓ નિભાવતા ની સાથે જ્યારે કેટલાક અણસમજુ લોકો આ આપણી બનાવેલી છબિની સાથે રમતો રમે. આવા અણસમજુ લોકો પોતાના અહંકારમાં એટલા મશગુલ હોઈ છે કે તેવો ભૂલી જાય છે કે જે તે જ્યારે સમય હતો ત્યારે આપણું યોગદાન હતું. આવા લોકો પાસે ઇત્તર પ્રવૃત્તિ કરવા માટે સમય જ સમય છે પણ સામે વાળા વ્યક્તિ પોતે કઈ રીતે સમાયોજિત કરતો હોય તે તે વ્યક્તિજ જાણતો હોઈ છે.
આવા વ્યક્તિઓના ચાતુદારો જેતે વ્યક્તિઓના અહંકારમાં નિરંતર વધારે કરતા રહે છે અને હંમેશા આશ્વાસનમાં રાખે છે કે તે વ્યક્તિ જ સાચો છે કે સાચી છે.
ખેર , સમય બડા બળવાન, વહી લાઠી વહી બાણ.. સમય સમય ની વાત છે સાહેબ..
સમાપ્તિ.
આવા સમયે મારુ એવું માનવું છે કે આ પ્રકારના માણસો થી દુર રહી પોતાના કાર્યને સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ પ્રકારના માણસો આપણી એક સેકન્ડ ને પણ લાયક નથી હોતા તો તેવો પાછળ સમય ન બગાડવો. પોતાની નારાજગીને છુપાવી, સંબંધ સાચવી લેવો જોઈએ. આમાં એક કહેવત ને ગુરુ બનાવવી જોઈએ… “સાપ પણ મારી જાય અને લાકડી પણ ના તૂટે.”