આપણા જીવનની દિશા આપણા દ્વારા નક્કી કરેલ “હેતુ” જ નક્કી કરે છે. જો આપણો હેતુ સકારાત્મક હોઈ તો ગમે તેવું કામ કેમ ન હોઈ તે એક સંતોષ કારક અંત સાથે પૂર્ણ થાય છે.
આપણાં દ્વારા કરવામાં આવેલા કાર્યોની અસર માત્ર આપણને જ નહીં પરંતુ આપણી આસપાસના દરેક વ્યક્તિઓને પણ થાય છે. આપણો હેતુ જ આપણા કાર્યને નક્કી કરવામાં મદદરૂપ થાય છે. ઘણીવાર આપણા જીવનમાં આપણે સારા હેતુ સાથે કામ કરતા હોવા છતાં, ધાર્યા પરિણામ કરતા પરિસ્થિતિ વિપરીત થઈ જાય છે. એવા સમયે આપણે હતાશ અને નિરાશ થઈને ખૂબ જ કપરા સમય માંથી પસાર થતા હોઈએ છીએ. પણ આપણા દિલમાં કંઈક ખૂણે એક સમાધાન હોઈ છે કે મેં જે કાર્ય કર્યું એ સારા હેતુને અનુલક્ષીને જ કર્યું હતું.
સારો હેતુ એ આપણી અંદર રહેલા સારા ભાવનું પરિણામ છે અને એ કાર્યના પરિણામ કરતા પણ વધુ મહત્વ ધરાવે છે. ક્યારેય સારા હેતુ થી કાર્ય કરવામાં હચકચાટ ન રાખવી જોઈએ, જ્યારે આપણો હેતુ સારો હોઈ છે ત્યારે વિશ્વની સર્વે સારી ઉર્જાઓ આપણી સાથે હોઈ છે.
વાહ ખુબ જ સરસ બ્લોગ…