લોકો ઘણીવાર અન્ય લોકોના વ્યવહાર, આચરણ કે વાત અંગે પોતાનો અભિપ્રાય આપતા ફરે છે અને એ અભિપ્રાયની જરૂર હોઈ કે ન હોઈ તેવો પોતે પોતાનો ન્યાય આપવા ક્યારેય પાછા પડતા નથી. આપણા માટે અંતે શું મહત્વ છે? અંતે તો આપણો અભિપ્રાય છે અને આપણે આપણા જીવનમાં કેટલો આનંદ માણ્યો તેજ મહત્વ ધરાવે છે.
જ્યારે લોકો અન્ય લોકોના અભિપ્રાય પર પોતાનું જીવન જીવે છે, ત્યારે તેઓ પોતાને મર્યાદિત કરે છે, પોતાની વિકાસની એ સંભાવનાવોનું મર્ડર કરે છે. જો આ જ રીતે આપણે આપણી જાતને બીજાના અભિપ્રાય મુજબ જ જીવીશું તો આપણે આપણું વાસ્તવિક સ્વરૂપ ક્યારેય નહીં જીવી શકીએ. જીવનમાં પ્રગતિ કરવા માટે વ્યક્તિએ સર્વપ્રથમ પોતાની જાતને સાંભળવી જોઈએ. અભિપ્રાય આપનારના અનુભવો અને તેમના કૌશલ્ય પર થી શીખ લેવી એમાં કઈ ખોટું નથી પરંતુ એ વાત પણ યાદ રાખવી કે દરેક વ્યક્તિઓના જીવનના અનુભવો અલગ અલગ હોય છે. જો આપણે અન્યના અભિપ્રાય માની અન્ય લોકોને ખુશ કરવા માટે જ આપણું જીવન જીવીશું તો આપણી અંદરની એ અનંત સંભાવનાઓ ક્યારેય બહાર નહીં આવી શકે.
દરેકના અભિપ્રાયનો આદર કરો પરંતુ આપણે આપણા નિર્ણય પર જ જીવન જીવવું જોઈએ. દરેક જણની અંદર અનંત સંભાવનાઓ છુપાયેલી છે, જો તમે તેમના જેવા બનવાનો પ્રયત્ન કરો છો, તો તમે તમારું સાચું સ્વમાન ગુમાવશો.
ખુબ જ સરસ