મૂલ્યવાન સફળતા કે નિષ્ફળતા..?
આવો જ કંઈક વિચાર થોડા દિવસ પેલા આવ્યો. આપણે આપણા જીવનમાં અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ કંઈક મેળવવા માટે, કંઈક પામવા માટે.
જીવનમાં બધું જ અનિચ્ચીત હોઈ છે. ઘણી વાર આપણને સફળતા મળે છે તો ઘણી વાર નિષ્ફળતા.
આ જ પરિણામ, આપણે સુખ કે દુઃખની અનુભૂતિ કરાવે છે. જ્યારે પરિણામ અનુમાન પ્રમાણે આવે તો આપણે સુખી થઈએ છીએ. અને તેના થી ઊંધું જ્યારે પરિમાણ ધાર્યા કરતાં ઊંધા આવે તો આપણે દુઃખી થતા હોઈએ છીએ અને હિંમત હારીને પ્રયત્ન જ કરવાનું બંધ કરી દેતા હોઈએ છીએ.
આવા સમયે નિષ્ફળતાને ખરા અર્થમાં સમજવાની જરૂર હોય છે. આપણું માઈન્ડ આપણી ઈચ્છા પ્રમાણે આપનો સુખ કે દુઃખનો અનુભવ કરાવે છે. જો નિષ્ફળતાને આપણે સુખની દ્રષ્ટિએ જોઈએ તો આપણે નિષ્ફળતા માંથી પણ કંઈક મેળવી શકીએ.
હારીને બેસી જવાથી જીવનમાં ફરીવાર તે પ્રયત્ન કરવો વહમૂ પડી જતું હોય છે. આવા સમયે જો આપણે નિષ્ફળતાને ન સમજી શકીએ તો આપણા માટે ખૂબ મોટી નુકશાની કહી શકાય.
મારુ તો એવું માનવું છે. – “જે રીતે આપણે સ્કૂલ કે કોલેજ માં ભણવા ફી ચૂકવિયે છીએ તેવી જ રીતે આપણે નિષ્ફળતા રૂપી ફી ચૂકવતા હોઈએ છીએ તેમાં થી એક પાઠ ભણવા માટે.”
ભવિષ્યમાં એક વ્યક્તિ ત્યારે જ પોતાનું બેસ્ટ પ્રદર્શન દેખાડી શકે જ્યારે તેની પાસે સફળતા ની સાથે સાથે નિષ્ફળતાનો પણ અનુભવ હોઈ.
આથી જીવનમાં પોતાના લક્ષ્યને મેળવવા માટે ક્યારેય નિષ્ફળતાથી ગભરાવાની જરૂર નથી. નિષ્ફળતાને પોતાનો પાયો બનાવી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવાનું જુનુનજ સફળતા મેળવવામાં મદદરૂપ થાય છે.
નિષ્ફળતા