મિત્રો આ દુનિયા માં દરેક વ્યક્તિઓ સરખા નથી હોતા, દરેક વ્યક્તિઓ તમારા દ્વારા કહેલી વાત ને યોગ્ય રીતે ન પણ સમજે. ખાસ કરીને ત્યારે જ્યારે સામે વાળો આપણી પ્રગતિ, બુદ્ધિમતા થી ઈર્ષા ધરાવતો હોય.
ખુદના વખાણ કરવા થી જે માન જે સન્માન ને આપણે અધિકારી હોઈએ તે પણ આપણે ગુમાવીએ છીએ.
પોતાની કાબીલીયત કે કૌશલ્યને અભિવ્યક્ત કરવાના સ્થાને તેને યોગ્ય સમયે ઉપયોગ કરી પોતાની વિશિષ્ઠતાનો પરિચય આપવો જોઈએ. પહેલા જેતે વ્યક્તિઓને દરેક પ્રયત્નો કરી લેવા દેવા જોઈએ. જ્યારે તેના થી જેતે કાર્ય ન થાય ત્યારે બાદ જેતે કાર્યને પોતાના કૌશલ્ય થી પૂર્ણ કરી પોતાની કાબીલીયત નો પરિચય નિર્ણય દ્વારા દર્શાવવી જોઈએ. આમ કરવા થી તમારા જ્ઞાન કૌશલ્ય નું મૂલ્ય થશે. તે અજ્ઞાની વ્યક્તિઓને જ્ઞાન થશે કે જે કાર્ય મારા થી સંભવ ન થયું તે કાર્ય સામે વાળા થી થયું.
આ દુનિયા સ્વાર્થ થી ભરપૂર છે, દરેક વ્યક્તિ પોતાને બધું જ આવડે છે તેમ સમજે છે. આથી કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનાજ વખાણ કર્યા કરે તે કોઈ ને પસંદ નથી આવતું. પરંતુ “મને બધું આવડે છે” એ ત્યારે જ પુરવાર થાય જ્યારે યોગ્ય સમયે યોગ્ય સુજબૂજ થી નિર્ણય પર કાર્ય કરવામાં આવે. માત્ર વાતો કરવા થી કોઈ કર્યો થતા નથી.
બીજા વ્યક્તિઓનો શ્રેય લેવામાં આ દુનિયાના દરેક સ્વાર્થી વ્યક્તિઓ આતુર હોઈ છે. સારું સારું બધું મારુ, મોળું મોળું બધું તારું – આવું વ્યક્તિત્વ ધરાવનાર ને હું “ચોર” ની ઉપમા આપું છું કારણકે નતો તેને કમાવાની આવડત છે અને નતો તેને કમાવવાનું શીખવું છે. આવા વ્યક્તિઓને તેની વાસ્તવિકતાઓ પરિચય કરાવવા માટે કૂટનીતિ નો પ્રયોગ કરવામાં કોઈ પણ પ્રકારનો અવિવેક નથી.