સ્વિટ્ઝર્લૅન્ડના પહાડ પર 18 એપ્રિલ 2020ના રોજ ભારતીય રાષ્ટ્રીય ઘ્વજનું લાઇટિંગ દ્વારા પ્રતિબિંબ પાડવામાં આવ્યું. એક ભારતીય તરીકે આપણી છાતી ગદગદ ફુલાવે તેવી આ ઘટના દરેક ભારતીય માટે ગૌરવ પૂર્ણ વાત છે.
સામાન્ય રીતે એક યુદ્ધમાં જ્યારે એક દેશ બીજા દેશ સાથે યુદ્ધ કરી જીતે છે ત્યારે હારેલા દેશમાં સૌથી ઉચ્ચ સ્થાન પર જીતનાર દેશ નો રાષ્ટ્રીય ઘ્વજ સ્થાપિત થાય છે. અહીં સ્વિટ્ઝર્લૅન્ડ હર્યું નથી પરંતુ લાખો, કરોડો ભારતીયોના દિલમાં જીત્યું છે. 18 અપ્રિલની આ ઘટના બંને રાષ્ટ્રોની મિત્રતાની અજોડ નિશાની પુરવાર થઈ છે. મિત્રતા વ્યક્ત કરવાની , કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અને કાર્યની સરાહના કરવાની સ્વિટ્ઝર્લૅન્ડની આ રીત ખરેખર દુનિયા માટે ઉદાહરણ રૂપ છે. પોતાના દેશમાં અન્ય દેશના તિરંગનું દર્પણ એ મિત્રતા પ્રત્યે નું સાચું સમર્પણ કહી શકાય.
અહીં યુદ્ધ તો છે પણ આ યુદ્ધ કોરોના વાયરસ સામે છે, અને વિશ્વના અનેક દેશોનું ભારત પ્રત્યેની ભાવના, એક ભારતીય તરીકે ગૌરવશાળી અનુભવાઈ રહી છે.
આ ઘટના ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે..