નમસ્કાર દોસ્તો…
ઘણા સમયથી તમારી કોઈ સાથે વાત નથી થઈ અને ઘણા સમયથી બ્લોગ પણ લખ્યો નથી…
તો અત્યારે હું બ્લોગપોસ્ટ લખવા જઈ રહ્યો છું જેનો વિષય છે કે વ્યક્તિ મહેનત કરે છે તો પણ તેને સફળતા કેમ નથી મળતી?
તો થોડાક દિવસોથી મેં જે અધ્યયન કર્યું છે, સ્ટડી કર્યું છે તેને આપ સમક્ષ રાખવા માટે આ બ્લોગ પોસ્ટ કરી રહ્યો છું.
ઘણી વખત આપણા જીવનમાં આપણે જયારે ખુબ જ મહેનત કરતા હોઈએ છીએ પરંતુ કોઈ પણ એક ક્ષેત્રમાં આપણે મહેનત નથી કરતાં અને જેને કારણે આપડે જે તે ક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકતા નથી.
દા.ત.એક વ્યક્તિ છે જેને પાણી પીવું છે તો તે જમીનમાં કૂવો ખોદવાનું સારું કરે છે થોડીક વાર એક જગ્યા પર કૂવો ખોદી બીજી જગ્યા પર કૂવો ખોદવા જાય છે આમ એક નથી પરંતુ એક સાથે 5-10 જગ્યા એ મહેનત કરે છે તો સરવાળે આવા વ્યક્તિને જોતા સમાજને તેની મહેનત તો સામે દેખાય છે અને સમાજ પણ તારણ કાઢી લે છે કે તે ખુબ સારી મહેનત કરી રહ્યા છે પરંતુ તેનું પરિણામ નથી મળતું. અને પરિણામે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પરિણામ ન મળવાને કારણે કે કહીએ રીઝલ્ટ ન મળવાને કારણે ડીમોટીવેટ થઈ જતો હોય છે. અને પરિણામ સ્વરૂપ વ્યક્તિ પ્રયત્નો જ કરવાનું છોડી દે છે. આજ જગ્યાએ જો વ્યક્તિ કોઈ એક જગ્યા પર જ પુરેપુરી મહેનત કરી પાણી મેળવે તો તેની તરસ જ નહિ પરંતુ તેજ કુવા માંથી અનેક લોકો ની તરસ છુપી શકે છે.
આપણા જીવનમાં પણ જયારે આપણે નક્કી કરતા હોઈએ છીએ કે મારે શું કરવું ? જેતે સમયે આપણી પાસે આવક ના અનેક રસ્તાઓ હોઈ છે જો દરેક રસ્તાઓ આપણે સર કરવા જઈશું તો એક પણ રસ્તાના આપણે રહેશું નહિ. માટે જે તે સમયે પહેલા કોઈ પણ એક ધંધામાં ધ્યાન આપી તેમાંથી એક ફિક્સ આવકના બને ત્યાં સુધી બીજા ધંધા માં મગજ દોડાવાઈ નહિ એવું મારુ માનવું છે. હા એ વાત અલગ છે કે એક ધંધો તમારો સેટ થઇ ગયો છે અને પર્યાય આવક મેળવવા માટે આપણે અન્ય ધંધો ડેવેલોપ કરીએ.
પરંતુ તે પહેલા જરૂરી છે કે આપણી પાસે એક આવક નો સ્ત્રોત હોઈ, તો સફળ થવા માટે પહેલી ચાવી છે કોઈ પણ એક ફિલ્ડ માં લાગેલું રહેવું, જેતે વસ્તુ ને સમય આપવો. કોઈ પણ ધંધો કે નોકરીમાં જયારે આપણે 1000 દિવસ આપીએ ત્યારે આપણને જેતે ધંધામાંથી આવકની સાચી સમજણ ઉભી થતી હોઈ છે.
આથી જો લાગતું હોઈ કે મહેનત કરવા છતાં પરિણામ નથી મળતું તો એક વાર આત્મ મંથન કરવું કે શું આપણે એક ની જગ્યાએ અનેક જગ્યા પર એક સાથે કૂવો ખોદવા નું મૂર્ખતા પૂર્ણ કાર્ય તો નથી કરી રહ્યાને?