મિત્રો, આપણે જન્મ થી જ કંઈકને કંઈક દુનિયા પાસે થી લેતા જ આવ્યા છીએ. નાનપણ થી જ માતા પિતાની સાર સંભાળ, પરિવારનો લાડ, શિક્ષકો પાસે થી અભ્યાસ. પરંતુ આજ નદીની ધારામાં વહેતા વહેતા ક્યારેક કોઈક વિરલાને જ એ જણાય કે આપણે માત્ર લેતાજ આવ્યા છીએ તો આપનાર કોણ? આપણે કંઈક લઇ રહ્યા છીએ એ ત્યારેજ શક્ય બને જ્યારે કોઈ આપનાર હોઈ.
મોટાભાગના સમાજના લોકો માત્ર લેવામાંજ રહેતા હોય છે જ્યારે આપનાર ઓછા હોઈ છે. મિત્રો, ઉપર આપેલા ચિત્રને જુવો એક વૃક્ષ છાંયો આપી રહ્યું છે અને તેની છાયામાં અનેક લોકો બેસેલા છે. આ ચિત્રને જોતા આ પોસ્ટ લખવાનું મન થયું. આપનાર ક્યારેય એકલતામાં હોતો જ નથી. કારણકે તેની પાસે લેવાવાળા ઘણા હોઈ છે.
પરંતુ ક્યારેક આપવા વાળો પણ આત્મવિશ્વાસ ખોઈ બેસે છે જ્યારે તે અનુભવે છે કે જે લોકો એ તેની પાસે થી કંઈક લીધું છે તેવો ખરા સમયે જ્યારે તેવોની જરૂર હોય ત્યારે મદદરૂપ થતા નથી.
ખૂબ જ ઓછા લોકો હોઈ છે જે આપવા વાળાની બાજુમાં ઉભા રહીને પોતાના પર કરેલા ઉપકારનો બદલો આપતા હોય છે. આવા જ લોકો આપનાર ના આત્મબળને જીવિત રાખે છે.
જેમકે ઉપરના ચિત્રમાં બેસેલા તો ઘણા લોકો છે પણ ખૂબ જ ઓછા લોકો હશે જે તે વૃક્ષને પાણી આપવાનું વિચારશે અને ત્યાર બાદ પાણી પણ આપશે.
ખરેખર આ આખા પ્રકરણમાં મને ભૂલ મનુષ્ય સ્વભાવ અને સંસ્કારની લાગે છે. સંસ્કાર એક પરિબળ છે જે સ્વભાવની નિર્મિતી કરે છે. બાળક નાનું હોઈ ત્યારે તેના પર સંસ્કાર નું સિંચન માતા-પિતા, શિક્ષક, પરિવાર કે આસપાસના વાતાવરણ દ્વારા થાય છે. જેમાં બાળક સૌથી વધુ સમય માતા-પિતા પાસે વ્યતીત કરતું હોય, સંસ્કાર પણ સૌથી વધુ તેવો પાસે થીજ મેળવે છે. આથી હું માનું છું કે માતા પિતાની નૈતિક ફરજ છે કે પોતાના બાળકને માત્ર લેવાનું જ નહીં પરંતુ આપવાનું પણ શીખવાડે. એક ચોકલેટ થી શરૂ થતી આ યાત્રા જેતે બાળકને સમાજના એ વ્યક્તિઓની શ્રેણીમાં મૂકે છે કે જેવો આપનાર છે.