મિત્રો તમે ઘણા સમય થી મારા બ્લોગ સાથે જોડાયેલા હસો તો એક વાત તમે માર્ક કરી હશે કે મારા બ્લોગ પર મોટા ભાગની પોસ્ટ motivation (પ્રેરણા)ને સંબંધિત જ હોઈ છે. આ પ્રકારની પોસ્ટ માટે ઘણા લોકો વિચારતા હશે કે આ શુ જ્ઞાન વહેંચતો ફરતો હશે તો મારો જવાબ છે ” પ્રેરણા એ એક એવો શબ્દ છે કે જે એક દ્વારા બીજાને આપવામાં આવે છે, આપણે દુનિયાને તેજ આપી શકીએ જે આપણી પાસે હોઈ. દુઃખી માણસો પાસે દુઃખની વાતો મળશે, સુખી વ્યક્તિઓ પાસે જશો તો સુખની વાતો મળશે એવીજ રીતે motivated વ્યક્તિઓ પાસે motivationની જ વાતો મળશે. અહીં વાત બધાઈ મારવાની નથી પરંતુ હું માનું છું કે હું જે કઇ પણ લખું છું મારા આ બ્લોગ પર તે આ ધરતીપરના દરેક વ્યક્તિ, ઈન્ટરનેટના માધ્યમ થી વિશ્વના કોઈ પણ ખૂણે થી વાંચી શકે છે. જ્યારે આટલા મોટા વિશ્વ સામે હું કંઈક લખી રહ્યો છું ત્યારે મારી લખેલી વસ્તુ મારે પાળવીજ પડે એ માટે મારી જાતને હું બાંધતો હોવ છું આથી આ વસ્તુ બીજાના માટે ઓછું પણ મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે.”
આ દુનિયામાં જ્યાં દરેક વ્યક્તિ એક બીજાની સાથે હરીફાઈ કરી જીવી રહ્યા છે ત્યારે પ્રત્યેક વ્યક્તિ motivation આપવાના સ્થાને બીજાને હતોત્સહી કરતા હોય છે. પરંતુ motivation એક એવો શબ્દ છે જે એક દ્વારા બીજાને આપવામાં આવે છે.
જ્યારે આપણી સમક્ષ આપણા વંશ હોઈ, મિત્રો હોય, પારિવારિક સભ્યો હોઈ કે અન્ય કોઈ વ્યક્તિ હોય ત્યારે જેતે વ્યક્તિની અંદર રહેલી સારી વાતો વિશે ચર્ચા કરવી જોઈએ નહીં કે તેમના દોષો વિશે.
આ દુનિયામાં જેટલી પણ અસામાન્ય સિદ્ધિઓ પ્રાપ્ત વ્યક્તિઓનું અધ્યયન આપણે કરીશું તો જાણીશું કે એક સમયે જેતે વ્યક્તિ સામાન્યજ હતો પરંતુ તેની ક્ષમતા પરનો અન્ય લોકોનો વિશ્વાસ આ વાતમાં ખૂબ મહત્વનો ફાળો ભજવી ગયો.
શુ તમે જાણો છો “આઇઝેક ન્યુટન – એક મહાન Mathematician” એક નબળો વિદ્યાર્થી હતો અને “થોમસ એડિસન – એક પ્રચલિત વૈજ્ઞાનિક” કે જેને તેના જ શિક્ષકે મૂંગો અને મંદબુદ્ધિનો કહ્યો હતો. શુ તમે જાણો છો “લિયો ટોલ્સટોયન એક પ્રચલિત લેખક” કે જેને તેના કોલેજના ક્લાસ માંથી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો અને “વોલ્ટ ડિઝની – ડિઝની કંપનીના સ્થાપક” કે જેને એક ન્યૂઝ પેપરની કંપનીએ એટલા માટે કાઢી નાખવામાં આવ્યા કે તેણે નકામો આઈડિયા આપ્યો હતો.
આ લોકોના નશીબ કયા કારણોસર બદલ્યા એ સમજવું ખૂબ જ સરળ છે. આ બધી ઉપરોક્ત ઘટનાઓની સાથે સાથે તે એવાં લોકોને મળ્યા હશે કે જેવોએ તેમના પર વિશ્વાસ મુક્યો હશે અને તેમને પ્રેરણા આપી હશે.
ઝેર ઝેરને કાપે એવું તો સાંભળ્યું છે પણ ઝેર ઝેર ને સશક્ત પણ કરી શકે. લોઢું લોઢાને કાપે એવું સાંભળ્યું છે પણ સાથે આપણે એવું પણ જોયું છે કે લોઢું લોઢાને તીક્ષ્ણ પણ બનાવે છે. આથી આપણી આસપાસના લોકોને નકારાત્મક ન કરતા સકારાત્મક પ્રોત્સાહન આપવાનું કાર્ય કરો. શુ ખબર દુનિયાને આપણા નજીવા પ્રયત્ન થી કોઈ મહાન ભેટ પણ મળી જાય.
એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે આપણા માર્ગદર્શક કોણ છે? આપણા રોલ મોડેલ કોણ છે? આપણા શિક્ષકો કોણ છે? આપણને પ્રેરણા આપનાર પાત્ર કોણ છે આ દરેક વસ્તુ ખૂબ મહત્વ ધરાવે છે.
“Impossible is just a word thrown around by small men who find it easier to live in the world they’ve been given than to explore the power they have to change it. Impossible is not a fact. It’s an opinion. Impossible is potential. Impossible is temporary. Impossible is nothing.”
Mohammed Ali
હું મહોમ્મદ અલીના એ શબ્દો સાથે સહમત છું , ” અશકય એ માત્ર એક નાનો શબ્દ છે જે એવાં લોકો દ્વારા આપવામાં આવ્યો છે જે કંઈ બદલવાની ક્ષમતાઓ નથી રાખતા, અશકયએ હકીકત વસ્તુ નથી. તે એક અભિપ્રાય છે. અશક્ય પોતે શક્ય છે. અશક્ય એ અસ્થાયી છે, અશક્ય કશું છે જ નહીં.”
આપણામાંના દરેક વ્યક્તિને ભગવાને કંઇક વિશેષ બનાવ્યા છે. આપણે આપણી કબીલીયાતને એક શ્રેષ્ઠ કબીલીયાત સમજવી પડશે અને જે રીતે એક રાજા પોતાના સિંહાસન પર ગર્વ કરે છે એજ રીતે પોતાની આવડત અને કબીલીયત પર ગર્વ કરો. આપણા પર કરવામાં આવતી ટીકાઓ પર પોતાનું મગજ ખરાબ ન કરતા પોતાની શરતોને આધીન પોતાનું જીવન જીવવું જોઈએ.
કોઈ પણ શરૂઆત કરવા માટે મહાન હોવું જરૂરી નથી, પણ મહાન થવા માટે એક શરૂઆત કરવી જરૂરી છે.
ખુબ જ પ્રેરણાત્મક બ્લોગ છે તમારો..ખુબ જ આનંદ થયો..ચાલો સાથે મળીને કામ કરીએ..
મારો સંપર્ક : parthbloggspot18@gmail.com
પાર્થભાઈ, તમારી આ કોમેન્ટ બદલ ખુબ ખૂબ આભાર..
હા ચોક્કસ આપણે સાથે કામ કરીશું જ
મારુ ઇમેઇલ આઈડી: info@umeshkumar.org