ગઈ કાલે જયારે હું મારા ઘરે મારૂ કામ વધાવીને આવતો હતો ત્યારે રસ્તામાં એક બ્રિજ ઉપર એક કપલને લિપ્સ કિસ કરતા જોયું. જાહેર વાત છે જાહેર સ્થળે કિસ એટલે લાઇસન્સ વગરનું કપલ હતું. હાલ કોરોના જેવા ખતરાઓ વચ્ચે પણ આવા ખાતરોકે ખિલાડીઓ આ પ્રકારના ખતરાઓ લેવા તૈયાર થઇ જતા હોઈ છે. ખતરો એટલા માટે કેમકે કોરોનનું સંક્રમણ લિપ્સ કિસ દ્વારા તો 100% ફેલાયજ.
એ બંનેને કોરોના થાય તો એમને તો ડરવાની જરૂર છે જ નઈ કેમકે મોર્ટાલીટી રેટ માત્ર 4% જ છે અને એ 4% માં ગંભીર બીમારી વાળા દર્દીઓ જ મોટા ભાગના હોઈ છે. હવે સવાલ એ છે કે બંનેના ઘરમાં કોઈક એવો દર્દી હોઈ અને આ સંક્રમણ તેમની આ લિપ્સ કિસ થી થયું તો આ ખતરો કેટલો મોટો, માત્ર તેમના જ પરિવાર નહિ અનેક પરિવાર સુધી આ પ્રસરી શકે.
આને લોકો પ્રેમ કહે કે શારીરિક આકર્ષણ, બંને વાતમાં એક વાત તો સ્વાભાવિક છે કે જે છે તે બહુ જ સ્વાર્થપૂર્ણ છે. એક એવી વસ્તુ કે જેની માટે લોકો ગમે તેટલા ભયંકર પણ કેમ ન હોઈ લોકો રિસ્ક લે છે. દિલ માંગે મોર, કમ્બખ્ત ઈસ્ક હૈ એ…. એ વસ્તુ એ બંને માટે પ્રેમની વ્યાખ્યામાંજ આવતું હશે પરંતુ દુનિયા માટે શું એની એ લોકો ને શું પરવાહ? ચાલો જિંદગી જીવી લૈયે ફરી મળ્યું કે ન મળ્યું, અને બીજા રહ્યા કે ન રહ્યા.
એક લેખક જેમ આજુબાજુમાં જોયેલી ઘટનાઓને પોતના લખાણમાં ગુંઠે છે તેમ આપ પણ આમ જ કરો જ છો…ખુબ જ સરસ વાત,,