આપણા દરેકના જીવનમાં પોતપોતાના અલગ અલગ અભિપ્રાયો, મંતવ્ય કે દ્રષ્ટિકોણ હોઈ છે અને આજ વસ્તુઓ ઘણા સંબંધો વચ્ચે દીવાલ ઉભી કરી દેતા હોય છે. આ સમસ્યાનો જો ઉકેલ કરવામાં ન આવે તો આ સમસ્યા વધતી જ જાય છે અને સંબંધની સમાપ્તિ સાથે પૂર્ણ થાય છે.
આપણે આપણા દૈનિક જીવનમાં જોયું જ છે કે જે લોકોના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય તેવો મોટા ભાગે એક થતા જ નથી. આવું કોઈ પણ સંબંધમાં થઈ શકે એનો અર્થ એ નથી કે સમસ્યા સંબંધોમાં છે. આપણે આપણા આખા જીવનમાં ક્યારેય બીજા જેવા એક સમાન રહેવાના જ નથી અને હકીકત તો એ છે કે તફાવત જ છે જે સંબંધોને નજીક લાવવાનું કામ કરે છે. જો આપણે સામેવાળી વ્યક્તિમાં બધી જ સમાનતાઓ શોધીસુ તો આપણે આખું જીવન દલીલ કરતા જ વિતાવીશું. સંબંધો ત્યાં જ જન્મે અને કેળવાય છે જ્યાં લોકો તફાવત ન જોતા એક બીજાની સકારાત્મક પહેલું ઉપર ધ્યાન આપે.
એક બીજાના તફાવતને જો માણસ સ્વીકારતો થઈ જાય તો મારા મતે આ વિશ્વમાં સંબંધો વચ્ચે દીવાલ ઉભી જ ન થાય.
મતભેદ જ્યારે વધતાજ જતા હોય ત્યારે સંબંધનો વિચાર કરી કોઈ રસ્તો કાઢી લેવો જોઈએ. જો રસ્તો કાઢવામાં ન આવે તો તેનો અંત સંબંધના અંત સાથે જ પૂર્ણ થાય છે.