કોઈ પણ આદત કેળવવા માટે વ્યક્તિએ અમુક દિવસ શરૂઆતમાં દ્રઢ ધ્યેય સાથે 21 દિવસ જેતે આદત માટે ફાળવવા જોઈએ. ગઈ કાલે રાત્રે એક youtube વિડિઓ જોઈ પ્રેરણા મળી કે મારે પણ મારા ખુદ માટે થોડો સમય કાઢવો જોઈએ એવો સમય કે જે મારો પોતાનો હોઈ. હું મારા પોતાની મન ગમતી વસ્તુઓ કરી શકું. એ વિડિઓ મને ખુબ પસંદ આવ્યો અને તમારી બધા સાથે તેને સેર પણ કરું છું.
આજે તારીખ 25 જાન્યુઆરી 2020, સવારનો પ્રથમ દિવસ. રાત્રે મોડું સૂતો હતો પણ વિડિઓ ના પ્રભાવના એ નકારાત્મક વિચાર ન આવ્યો કે હું જાગી નઈ શકું. એલાર્મ ફોન માં set કર્યું અને ફોન ને દૂર મુક્યો જેથી કરી ને મારે ઉભું થઈ ને બંધ કરવા જવું પડે અને આળસ ના કારણે ફોન બંધ કરી સુઈ ન જાવ.
સ્નાન: પ્રથમ કામ સ્નાન કરવાનું કર્યું. સ્નાન કરતી વખતે અનુભવ કર્યો કે મારી પાસે સમય જ સમય છે. ખોટી રીતે ઉતાવળ કરીને નહાવાનો કોઈ અર્થ નથી એથી શાંતિ થી નહાવાનું કાર્ય કર્યું અને સાથે એ વિચાર પણ આવ્યો કે શરૂઆત ના દિવસો માં દૈનિક ક્રિયા રોજ કરીએ તેના થી જો અલગ રીતે કરીયે તો જેતે આદત કેળવવામાં મદદ રૂપ થઈ શકે.
ધ્યાન: છેલ્લા 12 વર્ષ થી ધ્યાન સાથે સંકળાયેલો છું આ થી એ નક્કી જ હતું કે સવારે પહેલા ધ્યાન કરીશ. કોઈ પણ વસ્તુની જ્યારે શરૂઆત કરીએ ત્યારે તે શુન્ય થી જ કરવી જોઈએ. અને જ્યારે જગ્યા ત્યાર થી સવાર. આપણે ક્યાં હતા એનું કોઈ મહત્વ નથી. આજે આપણે શુ કરીશું એ મહત્વનું છે. જ્યાં હતા ત્યાં થી શરૂઆત તો થઈ શકે પરંતુ જ્યાં હતા ત્યાં ટકી કેમ ન શક્યા તે જાણવા માટે ફરીશ થી નવી શરૂઆત એકડે એક થી કરવી જોઈએ તેવું હું માનું છું. તો ધ્યાન કરવા માટે સૌથી પહેલા બેઠક હોવી જરૂરી છે. તો આ 21 દિવસ અન્ય કોઈ પણ હેતુ વગર 30 મોનિટ નું timer મૂકીને એક એવી possition માં બેસી ગયો જે possition માં આપણે દૈનિક ક્રિયાઓના બેસતા નથી. અલગ possition નું પોતાનું મહત્વ હોય તેવું જાણવા મળ્યું. આ સમયે વિચારો તો અનેક આવ્યા. પ્રથમ દિવસ છે તો 4:30 વાગ્યે જાગીને કરીશુ શુ? વગેરે વગેરે.. જે બધાને વિચાર આવે તેવા જ વિચારો શરૂ હતા. પરંતુ આત્મગ્લાની કે અફસોસ ન હતો કે ધ્યાન માં બેસેલો છું તો આ વિચાર કેમ આવે છે કેમ કે આ એક નવી શરૂઆત છે.
વ્યક્તિએ પોતાના જીવન માં પોતાના માટે સમય આપવો જરૂરી છે અને સવાર નો એ સમય સર્વશ્રેષ્ઠ સમય છે કેમ કે ગમે તેવી પરિસ્થિતિ માં આ સમયે આપણને આપણી મન ગમતી ક્રિયા કરવાં કોઈ બધા રૂપ થતું નથી.
ધ્યાન બાદ આ બ્લોગ પોસ્ટ લખી.
મને સવારે જાગતાની સાથે ભૂખ લાગે. આ પણ એક બહાનું બની શકે છે મારુ સવારે ન જાગવા માટે. આ થી હું મારા સમયે જ ખાઈશ અને જોયે આ બહાનું મારા મનોબળને તોડી શકે છે કે નહીં.
21 દિવસ ની શરૂઆત, જીવન ની કાયમિક આદત બનવવા માટે નો આ પ્રયત્ન છે. અને challenge બહુ ગમે એટલે મેં મારી wife ને આ વિશે વાત કરી અને બંને વચ્ચે ચેલેન્જ લગાવી છે કે હું ટાર્ગેટ પૂર્ણ કરી ને જ રહીશ. જોઈએ હોવી કોણ જીતે છે. 😊
હવે કરવા માટે કઈ ખાસ કામ ન હતું તો મોર્નિંગ વોક અને સૂર્ય દર્શન માટે ટેરેસ પર ગયો, સ્માર્ટ ખડીયાલ જસ્ટ વસાવી જ હતી તો તેમાં કેટલા ફુટ સ્ટેપ ચાલ્યા તે બતાવતું હતું. સુરજ દાદા હજુ આવ્યા ન હતા તો વોકિંગ સારું કર્યું અને 3388 સ્ટેપ્સ ચાલ્યો હસું ને અંદાજે 7:00 વાગ્યે સૂર્ય પ્રકાશ વધવાનો સારું થયો. એક વિચાર આવ્યો કે સૂર્ય દર્શન મારે બિલ્ડીંગ વચ્ચે આવે છે. સવાર સવાર માં કુદરતી દ્રસ્ય જોવાની ઈચ્છા હતી પરંતુ બિલ્ડીંગ , ટાવર, પ્લેન વગેરે જોઈ લાગ્યું માણસ ધારે તો બધું પોતાનું કરી લે, જેમકે આકાશ, જમીન, પાણી બધું જ.. પરંતુ આ બધા વચ્ચે માનવી પ્રાકૃતિક દ્રષ્યો નો આનંદ ખોઈ બેસતો હોઈ તેવું લાગ્યું.
હજુ 7 વાગ્યા જ હતા ત્યાં ફેકટરી ના અવાજ શરૂ થઈ ગયા. માનવી કામ માં જ પોતાનો મોટા ભાગ નો સમય કાઢી નાખતો હોઈ તેની જાણ થઈ. માત્ર સવારનો વહેલો સમય જ એવો સમય છે કે માનવી પોતાની જાત ને આપી શકે. શાંતિ થી પોતાના મન ગમતા કર્યો કરી શકે.
સવારે ચાલતા ચાલતા મગજે એ પણ દલીલ કરી કે કોઈ પણ બદલાવ તાત્કાલિક આવે એ તાત્કાલિક ચાલ્યો પણ જાય છે. જેમ કે સવારે પહેલા દિવસે જ્યારે હું 4:30 વાગ્યે જાગ્યો ને એક સાથે ધ્યાન કર્યું, બ્લોગ લખ્યો, વોકિંગ કર્યું, સૂર્ય દર્શન કર્યું. એક જ દિવસમાં બધી શરૂઆત એક સાથે.. બંધ પણ એક સાથે થઈ જશે. આ એક દલીલ મગજ દ્વારા કરવામાં આવી, ખબર નઇ કેમ પણ કદાચ ભૂતકાળનો અનુભવ જ આ વિચાર અપાવતો હશે. પરંતુ આ બ્લોગ થકી સમગ્ર વિશ્વ સામે મેં કંઈક નક્કી કર્યું છે એટલે આ 21 દિવસ હું આ આદત ને કેળવીને જ રહીશ.
ચાલો ત્યારે આજ સવાર માટે એટલું જ , સાંજે ફરી આજ ના દિવાસનો અનુભવ આપ સાથે શેર કરીશ.