દિવસ 4:
આપણું શરીર એક બાળક જેવું હોય છે. તેને આપણે જે રીતે રાખીયે તે રીતે રહે છે. તેની પોતાની કોઈ ઈચ્છાઓ હોતી નથી. પરંતુ ઘણી વાર આપણા વાંકના કારણે શરીરમાં કોઈ સમસ્યા આવે ત્યારે એવું લાગે કે આ બાળક રૂપી આપણું શરીર વેન કરી રહ્યું છે. હકીકત માં શરીર તેજ રિએકશન આપતું હોઈ છે કે જે આપણી કાળજી કે બેદરકારીનું પરિણામ હોઈ.
દિવસ 4, મારા માટે થોડો તકલીફ ભરેલો રહ્યો. રાત્રે 2:30 વાગ્યે acdtને અને વધારે ખાવાના કારણે ઉલટી થઈ, ત્યાર બાદ 4:30 સે જાગ્યો 17 મિનિટ ના ધ્યાન બાદ 3 થી 4 વાર ઓમીટ થયું. અને આ ઓમીટ નું કારણ કદાચ શરીરને ઓવર ડોઝ ને કારણે થયું હોય, પરંતુ જેમ એક નાના બાળક ની જીદ પુરી કરવી પડે તેમ શરીરની આ તકલીફને ધ્યાન માં રાખી દિવસ 4 ના રોજ માત્ર વહેલા જાગી 17 મિનિટ ધ્યાન જ કરી શક્યો.
ઓમિટિંગના કારણે આરામ કર્યો અને આખો દિવસ હળવો ખોરાક લીધો. સાથે acdt માટે ફેમિલી ડૉક્ટર પાસે જઈ દવા લીધી. “જબ જાગે તભી સાબેરા” કહેવાનો મતલબ સારા સ્વાસ્થ્ય માટે આપણે જેટલા જલ્દી સજાગ થઈએ તેટલુ જ સારું છે. આ દિવસે મનેસુસ થાયુ કે વ્યક્તિએ યોગા સાથે પોતાના ખાન પાન પર પણ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને ભવિષ્યમાં તે બધા રૂપ ન થાય.
આજનો દિવસ બીમારીને કારણે રજા માં જ ગયો, પૂરતો આરામ મળ્યો અને રાત્રે હળવો ખોરાક લઈ ને સુઈ ગયો.
દિવસ 5:
આજે સવારે દૈનિક ક્રિયાની જેમ સવારે વહેલા જાગ્યો, સ્નાન કર્યું અને 30 મિનિટ ધ્યાન કર્યું. શરીરની અમુક આદતો હોઈ છે આ આદત સારી પણ હોઈ શકે અને ખરાબ પણ. પણ આપણે મનુષ્ય છીએ કોઈ ધ્યેય નિર્ધારિત કરી તે ધ્યેય સિદ્ધ કરવાની ક્ષમતા માત્ર આપણામાં જ છે આથી સારી ખરાબ આદતને ઓળખી ખરાબ આદતોને દૂર કરવી જોઈએ.
આવી જ એક ખરાબ આદતનો આજ રોજ અનુભવ આવ્યો કે સવારે વહેલા જાગતાની સાથે દરેક કાર્ય ઉતાવળે કરવાનો મારો સ્વભાવ છે. મેં મારી જાતને સમજાવ્યો અત્યારે કોઈ ને તું અડચણ રૂપ નથી અને કોઈ તને અડચણ રૂપ નથી, કસે જવાનું નથી, અને જે કોઈ કાર્ય કરવાના છે તેના માટે પૂરતો સમય છે. અત્યારે જેતે કાર્ય જલ્દી પૂરું કરીને પછી આરામ થી બેસવાનું જ છે તો ઉતાવળ સુકામ? આ વિષય પર થોડું વધુ અધ્યયન કરતા જણાવ્યું કે ખોટી ઉતાવળ અર્થ વિહીન છે જે આપણા માનસિક સ્વાસ્થ્યને ખરાબ કરી શકે. આથી સવાર થી જ સ્નાન અને ધ્યાન બંને ને ખૂબ જ ધીરતા સાથે કર્યા.
નિરંતર સ્વઅભ્યાસ ખાન પાન , સ્વ- કાળજી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે. સારા આરોગ્યની વ્યાખ્યામાં માનસિક અને શારીરિક બંને વસ્તુને આવરવામાં આવી છે. કોઈ પણ એક બાજુ કાર્ય કરવા થી સંપૂર્ણ સ્વસ્થની વ્યાખ્યા સંપન્ન નથી થતી. આજે અનુભવ આવ્યો કે માનસિક સ્વાસ્થ્ય માટે નિરાંત અને શારીરિક સ્વાસ્થ્ય માટે શરીરની કસરત બંને જરૂરી છે. જ્યારે કસરત કરીએ ત્યારે શરીરમાં લોહી નું પરિભ્રમ, દિલના ધબકારા વધે છે અને માનસિક સ્વાસ્થ્ય માટે જ્યારે ધ્યાન કરીયે ત્યારે શ્વાસની ક્રિયા એક દમ નહિવત થાય છે. આચ્છાર્ય ની વાત એ છે કે આ બંને જોવામાં, અનુભવવામાં એક બીજા થી વિપરીત જણાય છે પરંતુ આજ બંને એક બીજાની અનુપસ્થિતિમાં એક બીજાને મદદરૂપ થાય છે.
આજે સવારે ચાલવાનો રન વધી ગયો. થાક ઓછો હતો તો રસ્તામાં ધોળકિયા ગાર્ડનમાં ચાલવા જવાનું મન થયું. ત્યાં વહેલી સવારે ઓછા લોકો નજરે આવતા હતા પણ જેમ સમય થતો ગયો લોકો વધતા જ ગયા. આખા કતારગામમાં થી ખૂબ જ નજીવા લોકો વહેલી સવારે જાગીને પોતાના સ્વાસ્થ્ય માટે કાર્ય કરતા હોય તેવું લાગ્યું. મોટા ભાગના લોકો 45 થી 50 વર્ષના જણાયા. બીજું ઘણા લોકો એકલા હતા તો ઘણા ગ્રૂપમાં હતા. ગ્રૂપમાં લોકો હોઈ અને વાતો ન કરે એવું તો બને નઈ જે જોતા મને લાગ્યું. સવાર નો સમય એકલા જ વિતાવવો જોઈએ. જેથી કરીને આપણે આપણું આત્મ મંથન કરી શકીએ અને સાથે મૌન પણ પાળી શકીએ. મોટા ભાગની ઉર્જા વિચાર અને વાતોમાં વ્યય થાય તેના કરતાં તેટલો સમય સ્વયંને આપવો જોઈએ.
આજે સવારે ચાલીને આવ્યા બાદ ધાબા પર આવ્યો અને સૂર્ય દર્શનની પ્રતીક્ષા સાથે આ બ્લોગ લખ્યો.આજે વાતાવરણમાં ઠંડક નું પ્રમાણ વધારે લાગ્યું. ગઈ કાલ નું વાતાવરણ ખૂબ વાદળ છાયું હતું અને તમારી તબિયત પણ સારી ન હતી તેના પર થી એવું તારણ બાંધ્યું કે જ્યારે આપણે પ્રકૃતિ સાથે રહેતા થઈએ છીએ ત્યારે પ્રકૃતિની અસર પણ આપણા પર થાય છે. કાલે ઠંડી આજ કરતા પણ વધારે હશે બોવ ખ્યાલ નથી કેમ કે જ્યારે તબિયત ખરાબ હોય ત્યારે ઠંડી નું સાચું આંકલન ન થઈ શકે.