એક સમય હતો કે જ્યારે વહેલું ઉઠવું એ ખૂબ કઠિન પ્રતીત થતું હતું, પરંતુ જો કોઇ વસ્તુ પર નિયમિત અભ્યાસ કરવામાં આવે તો જેતે વસ્તુ માં કુશળતા પ્રાપ્ત થઈ જાય છે. પહેલા હું 8:30સે જાગતો હતો અને જ્યારે 15 મિનિટ વહેલા જાગતો ત્યારે લાગતું આજે કેટલો વહેલો જાગ્યો. આજે જ્યારે 4:30 વાગ્યે જાગવાની આદત પડી રહી છે ત્યારે સવારે 4 વાગ્યા આજુ બાજુ એલાર્મ પહેલા જાગવાનો એક મેસેજ માળી જતો હોય તેવું લાગે છે. ઊંઘ એલાર્મ પહેલા જ ઉડી જાય છે.
આજે સવારે નિત્યક્રમ મુજબ 4:30રે જાગ્યો, સ્નાન કર્યું અને ધ્યાન કર્યું.
6 વાગ્યે કસરત કરી ત્યાર બાદ વોકિંગ માટે નીકળી ગયો. વ્યક્તિનો પહેરવેશ ખૂબ મહત્વનો છે જેતે પહેરવેશ તેને જેતે કાર્ય કરવામાં સહાયક થતું હોય તેવું લાગ્યું જેમકે હું હાથ મોજા ને stocking પહેરી ને વોકિંગ માં જાવ છું. આજે સાથે bluetooth પહેરીને સોન્ગ સાંભળતા સાંભળતા વોકિંગ કર્યું. અને આ દરેક વસ્તુ ચાલવા માટે પ્રેરણા આપતું હોઈ તેવું લાગ્યું.
અન્ય વ્યક્તિઓ થી આપણું કંઈક અલગ હોવું એક આત્મ વિશ્વાસ પ્રદાન કરે છે. વહેલી સવારે ગાર્ડનમાં મારી ઉંમરના ખૂબ ઓછા લોકો વોકિંગ કરતા નજરે પડ્યા, આ ખૂબ ઓછા લોકોમાં આપણું સ્થાન એક અલગ જ ગર્વ અને આત્મ વિશ્વાસ પ્રદાન કરતું હોય તેવું જણાયું.
આજે વોકિંગ દરમિયાન એક વૃદ્ધ કાકાને ચાલતા જોયા અને અનાયાસજ એમનું અવલોકન થઈ ગયું. એ કાકા નું શરીર ખૂબ જ મેદસ્વી હતું, ચાલ એટલી ધીમી હતી કે જાણે એ ચાલતા જ નથી એવું જણાયું. તેમને જોતા વિચાર આવ્યો એ આમનું શરીર કેટલું મોટું છે અને આ રીતે ચાલતા ચાલતા ક્યારે તેનું શરીર સ્વસ્થ શરીરની કેટેગરી માં આવશે. તે કાકા એ પોતાના જીવનમાં નિચ્છચિત રૂપે બધી જ જવાબદારી નિભાવી હશે, પોતાની બધી જ ફરજો નિભાવી હશે. પોતાનું જીવન આખું પોતાના ઘર અને પરિવાર માટે વ્યતીત કર્યું હશે, પણ પોતાને સમય નહીં આપ્યો હોઈ. જે વસ્તુ માટે તેવોએ પોતાનું જીવન આપ્યું તે વસ્તુ કે વ્યક્તિ તેવો ના સ્વાસ્થ્ય માટે કેટલા મદદ રૂપ? શુ દીકરો, પત્ની કે માં બાપ આપણાં વતી આપણી કસરત કરી શકે? જવાબ છે ના. અન્ય વ્યક્તિ માત્ર આંગળી શીંધી શકે કે આમ કરો તેમ કરો, આપણે આપણા શરીર માટે આપણે જ કાર્ય કરવું પડશે.
પરિવાર , ઘર ની જવાબદારી સાથે સાથે આપણે આપણા અંગત સ્વાસ્થ્ય માટે યુવાન અવસ્થા થી જ કાર્ય શરૂ કરી દેવું જોઈએ. તે કાકાની ચાલ અને શરીર જોતા એ નક્કી છે કે કાકા એ બધી જ જવાબદારી નિભાવી હશે પણ પોતાની સ્વ- જવાબદારી નિભાવવાના નિષ્ફળ ગયા છે. મનુષ્ય જો યુવાની અવસ્થા થી જ પોતાના શરીર પર કાર્ય કરે તો તે ક્યારેય બીમાર પડે જ નહીં. આ કાકા પણ જો યુવાન અવસ્થા થી જ આ રીતે ચાલવા આવતા હોત તો આ રીતની તકલીફ એમને થઈ ન હોત.
મનુષ્ય શરીર ખૂબ જ પ્રતિક્રિયાશીલ છે. જે રીત નું કાર્ય આપણે આપણા શરીર સાથે કરીશું તેવુ જ પરિણામ તે આપશે. માત્ર 15 દિવસના અભ્યાસ થી મને મારા શરીરમાં અપ્રતિમ ફેરફારો દર્શાય રહ્યા છે, જે આસન મારાથી કરવા અધરા હતા તે સહેલા થતા જાય છે, આ શરીર ની પ્રતિક્રિયા જ કહેવાય. નિયમિત અભ્યાસ અને અવલોકન એક સ્વસ્થ જીવન માટે ખૂબ ઉપયોગી છે.
આજે વોકિંગમાં લગભગ 3500 ફુટ સ્ટેપ્સ ચાલ્યો હશું. ઘરે 7 વાગ્યે આવી ને sw11 માં ક્રિકેટ મેચ નું અનુમાન નાખ્યું. આજે India અને newziland ની મેચ છે.
ત્યાર બાદ 7:30સે ધાબા પર સૂર્ય દર્શન માટે ગયો.
આ દુનિયામાં જો કોઈ જીવતો જાગતો ભગવાન હોઈ કે જેને આપણે જોઈ શકીએ, અનુભવ કરી શકીએ તો તે છે આપણા સૂર્ય દેવ. સૂર્ય દેવ આધ્યાત્મિક, માનસિક, શારીરિક અને ભૌતિક રીતે દરેક રીતે આપણી સાથે છે. સૂર્ય આગમન સાથે જ એક નવી ચેતના, એક નવી ઉર્જા નો અનુભવ જીવ,વસ્તુ કે પ્રાણી માત્ર ને થતો હોય છે. સૂર્ય આગમન એક અંધકાર ને દૂર કરી પ્રકાશ ફેલાવવાની ક્રિયા છે. જેટલા પણ ખરાબ કર્યો છે તે રાતના અંધારામાં થતા હોય છે જ્યારે સત્યના પડદા સવાર પડતા ની સાથે ઉઠવા લાગે છે. આવા સમયે આપણું જાગવું એક અનેરો આનંદ, ઉત્સાહ અને ઉમંગ પ્રદાન કરે છે.
આજે મેં મારું બ્લ્યુટૂથ, મોબાઈલ ફોન, ફિટનેસ બેલ્ટ અને પાવર બેંક બધું જ સોલાર ઉર્જા થી ચાર્જ કર્યું, સોલાર ઉર્જા થી ચાર્જ મોબાઈલ બેટરી ખૂબ ઓછી ચાલતી હોય તેવું નોંધ્યું આથી એક અલગ પ્રયોગ કર્યો, સોલાર ઉર્જા માં બનતી light ને પાવર બેંક માં લીધી અને પાવર બેંક માંથી મોબાઈલ માં લીધી. આ રીતે હું વધુ ને વધુ પ્રયત્ન કરું છું કે સૂર્યદેવ સાથે એક સમરસતા સ્થાપિત થાય.
મનુષ્ય પોતાની બુદ્ધિ થી આ ઉર્જાનો ભૌતિક ઉપયોગ કરતા થઈ ગયો છે જો આ ઉર્જા નો આધ્યાત્મિક ,શારીરિક અને માનસિક ઉપયોગ પણ શીખી શકે તો તે શક્ય છે તેવું પ્રતીત થયું.
આ સાથે સોલાર પેનલ પર લાગેલી ધુડને સાફ કરી અને નીચે આવ્યો. અને માર્ક કર્યું કે સોલરમાં બનતી વીજળી ખૂબ વધુ છે, બેટરી ફૂલ થાય બાદ આ વીજળી વ્યય થઈ રહી છે. તો પ્લાન કરું છું કે આ ઉર્જા નો અન્ય ઉપયોગ પણ શીખી લઈએ. ચાલો આગળ હું પ્લાન કરું છું કે આ ઉર્જાનો બને તેટલો વધુ ઉપયોગ કરું.
સૂર્ય દર્શન કરતા કરતા બ્લોગ લખ્યો પણ મહેનત ગઈ પાણીમાં, કેમકે મારી wife નો ફોન આવ્યો અને એની સાથે વાત કરી તેને સવારના નાસ્તા માટે ફોન કર્યો હતો, ફોન રાખ્યા પછી જોયું તો લખેલું બધું જ લખાણ ગાયબ. તો આ બ્લોગ નીચે આવી ને નાસ્તો કર્યા પછી ફરીશ થી લખ્યો, ગુસ્સો તો આવ્યો કારણકે પ્રથમ વખત લખ્યું તે quality નું બીજી વાર લખ્યું તેમાં ન હતી. આપ મેળે લખાયેલું લખાણ જે તે સમય ન અનુભવો ને વર્ણવામાં ખૂબ ઉપયોગી હોઈ છે. ખેર જીવન માં આવું તો ચાલ્યા રાખે, મહત્વનું એ છે કે જૂનું લખાણ ગાયબ થયું છતાં મેં ફરીશ થી આ આખી બ્લોગ પોસ્ટ લખી.