ઘણી વાર જીવનમાં આપણે એવી સ્થિતિનો સામનો કરીએ છીએ જ્યારે આપણાં ઉપર સમસ્યાઓનો પહાડ તૂટી પડ્યો હોય, એક પછી એક અણધારી સમસ્યાઓ આવ્યા જ રાખતી હોય તેવા સમયે હતાશ અને નીરાસ થવા કરતા એ સમય ને ઓળખવો જોઈએ.
દરેક સમસ્યાઓ આપણને એક નવો અનુભવ, એક નવું જ્ઞાન અને એક નવી કબીલીયત નિર્માણ કરવા આવે છે.
માનવીને સમસ્યા વખતે તેની વર્તમાન સ્થિતિ જ બધુ લગે છે પરંતુ તે કાયમી નથી હોતી, વર્તમાન સ્થિતી થી પણ ઉપર જોવાની દ્રષ્ટિ કેળવો. આપણી દ્રષ્ટિ હંમેશા આપણા લક્ષ્યાંક પર જ હોવી જોઈએ. જે કઇ પણ આપણી આસ પાસ વર્તમાનમાં ઘટિત થાય છે તે હંમેશ માટે નથી રહેવાનું તે જાણી અને માની લેવું જરૂરી છે.
આપણે એ વાત થી સજાગ રહેવું જોઈએ કે આપણે જેતે સમસ્યા સભર જીવન માટે નથી બન્યા, આવા સમયે આપણે ખરેખર કોણ છીએ? શુ કરી શકીએ છીએ.. તે દુનિયા સામે સ્વયંને ઉદાહરણ બનાવવાનો અવસર છે.
પોતાના પરિપક્વ નિર્ણય લો, નિર્ણયો પર કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર તેના પર સખત પરિશ્રમ કરો અને ફરી પોતાનું જીવન સમસ્યા મુક્ત કરી દુનિયાને તમારી અંદર રહેલી છુપી કબીલયતનો પરિચય આપો.
આપણે હંમેશા આશાવાદી રહેવું જોઈએ. પોતાના લીધેલા નિર્ણયો પર, પોતાના અનુભવો પર, પોતાની કાર્યક્ષમતા પર અતૂટ વિશ્વાસ જ આપણું સાચું હથિયાર છે.
હું માનું છું એક મનુષ્યએ હંમેશા પોતાના જીવનની પ્રકાશિત બાજુ જોઈ ધીર અને ગંભીરતા સાથે સતત પોતાના સપનાઓ ઉપર કાર્ય કરવું જોઈએ. આમ કરવા થી ગમે તેવી મોટી સમસ્યાઓનો સામનો કરવાની શક્તિ અને સામર્થ્ય આપણી અંદર નિર્માણ થાય છે.