ગઈ કાલે કરેલ સંકલ્પ નો આજ નો બીજો દિવસ. ગઈ કાલે વહેલા જાગેલો તેથી બપોર પછી ઊંઘ આવતી હતી. એવું લાગ્યું કે શરીર ને નવી ટેવ પાડવા ઊંઘ કરવી ન જોઇએ પરંતુ એક બે જોલા તેમ છતાં ખાઈ લીધા.
ગઈ કાલે લાગ્યું કે વહેલા જાગવા માટે સમય સર સુઈ જવું જરૂરી છે તેથી એલાર્મ જાગવા માટે તો આપણે રાખીયે જ છીએ પણ સુવા માટે પણ રાખવું હોઈએ. પછી શું 10 વાગ્યા નું એલાર્મ રાખી ને સુઈ ગયો.
આજ રોજ સવારના સમયે L.P skin deases દવાની અસર મહેસુસ થઈ. સવારે વહેલા 4 વાગ્યે ઊંઘ ઊડી અને acdt થતી હોય તેવું લાગ્યું. પણ તેના બહાને પણ ઊંઘ ઊડી. 4:30am એલાર્મ સાથે જાગ્યો, સ્નાન કર્યું, અને 30 મિનિટ ધ્યાન કર્યું.
આજે થોડા પર્સનલ હેલ્થને લઈને પોઇન્ટ નક્કી કર્યા કે કઈ કઈ બાબતો માં હું સુધારા કરી શકું છું. એક app મોબાઈલ માં નાખી છે જેમાં 30 દિવસ ની exersice આપેલ છે. આજ થી તે exersice કરવાનું શરૂ કર્યું. પહેલું સુખ તે જાતે નર્યા. માનસિક સ્વાસ્થ્ય સાથે શરીરનું સ્વાસ્થ્ય એ અમૂલ્ય મૂડી છે.
આજના સમય માં google fit એક ખૂબ ઉપયોગી એપ્લિકેસન હોઈ તેવું લાગે છે. કારણકે મારી ફિટનેસ ઘડિયાળ, exercise ની એપ, ગૂગલ કેલેન્ડર આ બધી એપ ને હું તેની સાથે જોડી શકું છું અને દરરોજ જે પર્સનલ એક્ટિવિટીઇસ કરવાની છે તે સમય સર થઈ રહી છે કે નહીં તેને track પણ કરી શકું છું.
પહેલા ના સમય કરતા આજનો સમય ખૂબ જ સારો છે જો આપણે આપણા વિકાસ માટે આ પ્રકારની એપ ની મદદ લઈએ તો તેનું પરિણામ ખૂબ જ સુંદર આવી શકે.
ગઈ કાલે સૂર્ય દર્શન ન થાય કારણકે હીરા ઉદ્યોગ ના ઊંચા બિલ્ડીંગ વચ્ચે આવતા હતા. પણ સૂર્યના પ્રકાશનો પડસાયો વાદળમાં લાલાસ નિર્માણ કરતો હતો. શરૂઆતમાં જ્યારે પ્રકાશ વાદળ ની ઉપર પડતો હોય ત્યારે વાદળ ની નીચેનો ભાગ લાલ નજર આવતો હતો, પછી ધીમે ધીમે જેમ સૂર્ય ઉપર આવતો ગયો, આ લાલાસ ઓછી થતી ગઈ અને વાતાવરણમાં ઠંડી વધતી ગઈ. એવું લાગ્યું કે જેમ સૂર્ય ઉપર આવે છે તેમ આકાશમાં ઉપર રહેલી ઠંડી જમીન તરફ આવતી હોય.
ગઈ કાલે હું 6:40સે સૂર્ય દર્શન માટે ગયો હતો પરંતુ પહેલા જણાવ્યું તેમ સૂર્યના દર્શન ન થાય હતા આથી આજે હું 7 વાગ્યે ગયો.
આજે આકાશમાં વાદળ ન હતા, અને મેં રનિંગ શરૂ કર્યું. સ્માર્ટ ફિટનેસ બેલ્ટ એન્ડ ગૂગલ ફિટ ના ડેટા પ્રમાણે હું 3100 થી 3400 ફુટ સ્ટેપ ચાલ્યો હતો. એટલામાં જ સૂર્ય ના દર્શન થયા. 5 મિનિટ આંખ માં આ નજારો ભરીનને આંખ બંધ રાખી તેનો આનંદ લીધો.
આજના વિચારમાં એવો વિચાર આવ્યો કે દરેક વ્યક્તિ ને કુદરત તરફ થી બક્ષિસ માં ઘણી બધી વસ્તુ મળે છે. કોઈ વસ્તુ માનવીય પ્રયત્નો થી મળે તો તેનું મૂલ્ય ચૂકવવું પડે છે પરંતુ કુદરત દ્વારા મળેલ દરેક વસ્તુ મૂલ્યની પરે હોઈ છે. જે વ્યક્તિ તેનો આનંદ લેતો થઈ જાય છે તે અન્યને પણ પ્રેરિત કરે છે અને કુદરતને પ્રેમ કરતો થઈ જાય છે અને માનવી જેને પ્રેમ હોય તેને કોઇ હાનિ પહેચાડે નહીં તેથી કુદરતની વસ્તુઓનું જતન કરવાની એક ભાવના પ્રગટે છે.