મિત્રો , છેલ્લા 3 દિવસ થી બ્લોગ લખવાનું થયું ન હતું તો આજે આ બ્લોગ લખું છું. જેટલું યાદ છે તે દરેક વસ્તુ લખવાનો પ્રયત્ન કરીશ.
દિવસ 19, તારીખ 16ના રોજ રવીવાર હતો, તે દિવસે સવારે 9 વાગ્યે દાંડી સમર્પણ આશ્રમે ગયા. ત્યાં વહેલી સવારે પહોંચીને આશ્રમ રેજીસ્ટ્રેશન કર્યું અને મિત્રો સાથે થોડી ક્ષણો વિતાવી. 11 વાગ્યે ધ્યાન કર્યું, વોકિંગ 10000 ફૂટ સ્ટેપ્સ આખા દિવસમાં પતી ગયું હતું. બપોર inનું ભોજન આશ્રમમાં જ કર્યું અને ત્યાર બાદ મારા છગન દાદા કે જેવો આશ્રમમાં રોકાણા છે તેમને મળવા ગયો અને આધ્યાત્મિક ચર્ચા કરી. સાંજે 6 વાગ્યે સુરત પરત આવ્યા. આજે મારા મિત્ર મંડળમાં બે લગ્ન હતા. એક દિનેશભાઇ પંચાલની છોકરીના મેરેજ હતા અને બીજા મારા MBAના મિત્ર સુજલના મેરેજ હતા. પહેલા જહાંગીર પુરા દિનેશભાઇ ને ત્યાં હાજરી આપવા ગયો, ત્યારે સૂર્ય અસ્ત થતા દર્શન કર્યા. સુજલના મેરેજમાં સાંજનું ભોજન કર્યું. મેરેજ નું જમણવાર એટલે ભારે હોઈ તે સ્વભાવિક છે અને તેમાં પણ ઇટાલિયન વાનગીઓ વધુ હતી તો ઈચ્છા ન હોવા છતાં ભારે ભોજન થઈ ગયું અને સુવામાં પણ મોડુ થયું તેની પરિણામ બીજા દિવસે મળ્યું.
20માં દિવસે, સવારે વહેલા જાગ્યો સ્નાન કર્યું અને ધ્યાન કર્યું, ત્યાર બાદ થોડી વાર બેસ્યો, માથાના દુખાવા સાથે અને ભારે ભોજન ને કારણે આજે શરીરમાં તકલીફ મહેસુસ થઈ માટે ત્યાર બાદ સુઈ ગયો, આજનો આખો દિવસ આરામ માં જ ગયો. વહેલા ઉઠવા માટે બે મહત્વના પરિબળો પહેલું, સવારે પેટ ખાલી રાખવા સાંજનું ભોજન હળવું રાખવું, જે થી કરીને સવારે યોગ માં તકલીફ ન પડે. અને બીજું ખૂબ મહત્વનું સાંજે એ રીતે સૂવું કે 6 કલાકની ઊંઘ પુરી થાય જો તેમ ન થાય તો સવારે ઊંઘ આવશે તો ધ્યાન કસરત કે અન્ય કોઈ પણ ક્રિયા સરખી થશે નહીં. આ બંને વસ્તુ ગઇ કાલે કરી શક્યો નહીં. બપોરે કસરત કરી અને હળવો ખોરાક લીધો અને આજે રાત્રે પણ હળવો ખોરાક લીધો. સુવામાં થોડું મોડું થયું હતું.
21મો દિવસ. આજે સવારે 4:30 એલાર્મ સાથે ઊંઘ ઊડી, પૂર્ણ શાંત ચિત્તે સ્નાન કર્યું, 30 મિનિટ ધ્યાન કર્યું, આજે કસરતની app માં આરામ નો દિવસ છે તે થી વિચાર્યું કે આજે ત્રણ દિવસ થી પેન્ડિંગ બ્લોગ લખી લવ. અને એજ વિચાર સાથે આ બ્લોગ લખ્યો.
ત્યાર બાદ સવારનું વોકિંગ પૂરું કર્યું અને ત્યાર બાદ સૂર્ય દર્શન કર્યા. સૂર્ય દર્શન બાદ નીચે આવી ચા નાસ્તો કર્યો.
આજે સૂર્ય દર્શન સમયે રામ ધૂન સાંભળી, ખૂબ જ આનંદ મય અહેસાસ થયો.
છેલ્લા ત્રણ દિવસ થી બ્લોગ ઉપડેટ ન કર્યો હોવાથી આપ સૌને તે કહેતા ભૂલી ગયો કે જે બોડી ચેકઉપ કરાવ્યું હતું તેનો રિપોર્ટ આવ્યો જે આજે એક સ્કિન ડૉક્ટરના કન્સેલિંગ દરમિયાન તેવો ને બતાવ્યા અને તેવો એ કહ્યું બધા 58 રિપોર્ટ નોર્મલ છે.
આજે મારો આ 21 મો દિવસ હતો, જે પ્રોમિસ મેં આપ દરેક ને કરી હતી તે મેં પૂર્ણ કરી છે. અને આવતી કાલ થી નિયમિત આ ટેવ ને બનાવી રાખીશ. પણ બ્લોગ પોસ્ટ ના title માં દિવસ ના સ્થાને વિષય લખીશ.
આ બ્લોગ પરનું નિયમિત લખાણ પણ મને મારા લક્ષ્ય મેળવાવમાં મદદ રૂપ થાય છે. મને ખરેખર ખ્યાલ નથી આ બ્લોગ કેટલા લોકો વાંચી રહ્યા છે પણ આ બ્લોગ મારી અંગત વાતો નું મારા વિચારો નું એક પ્રતિબિંબ જરૂર થી છે.