આજે તારીખ 08-02-2020. સવારની ઊંઘ 4:00 ઉડી પણ જાગવાનું 4:30 રે હતું તો સુઈ ગયો, 4:30ના આલાર્મ સાથે ઊંઘ ઊડી. સ્નાન કર્યું, ધ્યાન ધર્યું, અને કસરત પણ કરી. અને સવારે 3000 ફુટ સ્ટેપ ચાલ્યો. આજે મારા knitting machine માં બનેલ stocking અને arm sleeves પહેરીને વોકિંગ કર્યું. રોજ ચપ્પલ પહેરીને વોકિંગ કરતો, આજે સ્પોર્ટ બુટ પહેરીને વોકિંગ કર્યું.
ઘણી વાર જ્યારે સવારે વહેલા ઉઠવાનું હોઈ તો એક થી વધુ એલાર્મ મુકતો, જેથી કરી ને જે સમય નક્કી કર્યો હોય ત્યારે એલાર્મ બંધ કરી સુવાઈ ન જાય. પરંતુ આ વખતે માત્ર એક જ એલાર્મ રાખ્યું કારણકે જાગવાની ઈચ્છા શક્તિ ખૂબ પ્રબળ છે.
ઘણી વાર એવું મહેસુસ થાય જો વ્યક્તિ પ્રબળ ઈચ્છા શક્તિ સાથે કોઈ સંકલ્પ કરે તો તે સંકલ્પ સિદ્ધ કરવાની પ્રેરણા અંતઃકરણ થી આપ મેળે જ પ્રગટે છે. પ્રબળ ઈચ્છા શક્તિની નિર્માણ ઘણી બધી પરિસ્થિતિ અનુભવોના આધાર પર થાય છે. આ માટે કોઈ ઘટના પણ પ્રેરણા સ્ત્રોત બની શકે.
માત્ર ઈચ્છા શક્તિ થી કસું થતું નથી, ઈચ્છા શક્તિ સાથે જ્યારે સંકલ્પ શક્તિ અને કાર્ય શક્તિ મળે ત્યારે ધારેલું પરિણામ મળે છે.
આ માટે નાના નાના ધ્યેયો નક્કી કરી સફળતાની આદત પાડવી જોઈએ.
આ દુનિયા માં દરેક વ્યક્તિની કોઈ ને કોઈ ખાસિયતો છે જે અન્ય કોઈ પાસે ન હોઈ. આવી ખાસિયતો જ આપણને અન્ય લોકો થી અલગ કરે છે. આપણું અન્ય લોકો થી કંઈક અલગ હોવું આપણા ગૌરવમાં વધારો કરે છે. આપણે આપણું status બનાવી રાખવા, સ્વયંની ખાસિયત, પરિશ્રમ દ્વારા પ્રાપ્ત સિદ્ધિની રક્ષા કરવા હંમેશા સજાગ રહેવું જોઈએ. જે સ્થાન કે વ્યક્તિ વસ્તુ સાથે આમાં વધારો થતો હોય તેનો સંગ કરવાનો અને જ્યાં તેનો દમન થાય ત્યાં થી દુર રહેવું. સ્વયંની રક્ષા કરવી એ આપણો અધિકાર છે અને પ્રકૃતિનું જો ઝીણવટ પૂર્વક અધ્યયન કરીએ તો પ્રાણી માત્રનો પ્રાકૃતિક સ્વભાવ પણ છે.
અહંકાર, ગર્વ અને સ્વાર્થ આ શબ્દો ને સરખા સમજવાની જરૂર છે. અહંકાર કે જેના થી કોઈ નું હિત થાય, ગર્વ અહંકાર થી વિપરીત કોઇ નું હીત ન થતું હોય આપણી સિદ્ધિ કે કબીલીયત થી અને સ્વાર્થ – કોઈ ના હિત હિત ની પરવાહ વગર માત્ર પોતાનો જ ફાયદો જોવો.
ગઈ કાલે મને મારી સોલાર પેનલની ડિલિવરી મળી.
આજે સવારે ટેરેસ પર આવ્યો ત્યાં સૂર્યાદય થઈ ચૂક્યો હતો.
આજે સોલાર પેનલ ફિટ કરવા માટે નો પ્લાન છે.