સંબંધ સમાજનું એક એવું પાસું કે જેના વગર સમાજ અપંગ જણાય…
જી, મિત્રો..! આજે હું આ સંબંધ વિશે જ લખવા જઈ રહ્યો છું. સંબંધ એટલે શુ? જ્યારે બે વ્યક્તિ, પરિવાર, કુટુંબ કે અન્ય ધર્મ સમુદાય ના લોકો એક બીજા સાથે લાગણી શીલ વ્યવહાર રાખવા ઇચ્છતા હોય અને એ ફળીભૂત પણ થતું હોય તેને સંબંધ કહેવાય.
મેં ઘણા લોકો ને કહેતા સાંભળ્યા છે “અમારો સંબંધ હવે પેલા લોકો જોડે પહેલા જેવો રહ્યો નથી”. આવા સંજોગો માં કોઈ એક કે બંને પક્ષ વચ્ચે એ લાગણીની અણ-ઉપસ્થિતિ સ્પષ્ટ પણે વર્તાતી હોઈ છે.
એક બાજુ થી આપણે ઘણા પ્રયત્નો કરવા છતાં જો સંબંધ એક તરફી જ રહેતો હોય તો સીધી અને સરળ ભાષામાં આપણે સમજીને ત્યાં અટકી જવું જોઈએ. કારણ કે બળજબરી થી કોઈ સંબંધ બને નહીં અને એક તરફી લાગણીઓ થી હતાશાનો સામનો પણ કરવો પડે.
મારા જીવનમાં તો મેં ગાંઠ વાળી લીધી છે કે “જ્યાં લાગણીઓ ત્યાં આપણા સંબંધો.” દરેક વસ્તુઓ પાછળ કંઈકને કંઈક કારણ હોઈ જ છે એમ આ ગાંઠ વળવા પાછળ પણ જીવનમાં આવેલા અનુભવો છે. સંબંધ બને ત્યારે ઘણું સારું લાગે તો જ્યારે એ તૂટે અથવા ન રહે તો તેનું દુઃખ થવાનું જ ને…