આજે તારીખ 14-02-2020. ગઈ કાલે વજન કર્યું, વજન 77.900 હતું. 80kg વજનમાં કુલ 2.1 kg નો ફરક નોંધાયો. કસરત અને દરરોજનું ચાલવાનું અને ખોરાક ના managmentનું આ પરિમાણ છે. માત્ર 16 દિવસમાં આટલો ફેરફાર એક આત્મવિશ્વાસ અને આગળ પણ શરીર પ્રત્યેની આ કાળજી વધુ ને વધુ રાખવા પ્રેરણા આપે છે. વજન કર્યા બાદ અનાયાસજ એક વિચાર આવ્યો કે જો વ્યક્તિ ચાકુ લઈને પોતાની ચરબી કાપતો જાય અને વજન કાંટા પર મુકતો જાય તો પોતાના શરીરની 2 kg ચરબી તે કાપીને મૂકે તો કેટલી ચરબી થાય અને તેને કેટલી પીડાનો સામનો કરવો પડે? વિચારતા જ જીવ ન ચાલે. પણ આમ કરવાની જગ્યાએ આપણે 16 દિવસ કસરત કરીએ ચાલીએ તો આ પીડા તેટલી નથી થતી જેટલી કાપવા થી થાય. આ શારીરિક અનુભવ.
માનસિક રીતે પણ એક આત્મવિશ્વાસ નિર્મિત થતો જાય છે. દરેક સમસ્યાની સામે સમાધાન તરફના વિચારો તટસ્થ બનતા થઇ રહ્યા છે. કોઈ પણ વસ્તુ કે ઘટના ને સમજવામાં પહેલા કરતા ઓછો સમય લાગી રહ્યો છે એક જાગૃત અવસ્થા નો અહેસાસ થઈ રહ્યો છે. જુના કેટલાક સંબંધો આપ મેળે સુધરી રહ્યા છે.
આધ્યાત્મિક રીતે એક બેઠક તૈયાર થતી જણાઈ રહી છે. કોઈ પણ સાધના માટે શરીરની તૈયારી ખૂબ મહત્વની છે. આધ્યાત્મિક રસ્તે ચાલવું અને શરીરની સ્વસ્થ નિર્મિત કરવું બંને આમ એક બીજા ને મદદ કરતા પરિબળો છે. એક ને અવગણી ધારેલું લક્ષ પ્રાપ્ત ન કરી શકાય. જો આપણે કોઈ પણ એક વસ્તુ અવગણિયે તો તે યોગની વ્યાખ્યામાં અધૂરું કદમ ગણાશે.
આજે કસરતની app મુજબ મારા શરીરના muscles ને આરામની જરૂર છે આથી આજે કસરત કરવાની જરૂર નથી.
પહેલા એક સમય હતો કે જ્યારે મને ઉઠતાની સાથે ચા અને ભાખરી જોતી, જો ન મળે તો માથું દુખતું. પણ છેલ્લા 17 દિવસના અભ્યાસમાં રોજ ઉઠી 3.5 થી 4 કલાક બાદ જ ચા ભાખરી ખાવ છું પણ ક્યારેય માથું દુખ્યું નથી. આના પર થી એ વાત clear થાય છે કે આપણી અમુક મનો-ધારણા હોઈ છે આમ નઈ મળે તો મને આમ થશે તેમ થશે. આ બધા બંધનો ની category માં આવે છે. હું પહેલા ગર્વ થી કહેતો હતો કે સવારે ઉઠતાની સાથે મારે પહેલા ચા જુવે. પણ આજે એમ લાગે છે કે તે કોઈ મારી સિદ્ધિ ન હતી કે હું આટલા ગર્વ થી તે લોકોને જણાવતો. હા અત્યારે મને ગર્વ છે કે મારા શરીરને જે ટેવ હતી તે ટેવ થી મારુ શરીર આજે મુક્ત છે. આના પર થી તે પણ સમજમાં આવ્યું કે વગર કામની ખોટી વસ્તુમાં ગર્વ આપણી જ પ્રગતિનો બાધક છે. પ્રોબ્લેમ ને ક્યારેય ગર્વ ન બનાવવું જોઈએ, જો તેમ કર્યું તો પ્રોબ્લેમ પડદા પાછળ જ રહેશે અને તેનું સમાધાન ક્યારેય થશે જ નહીં. મનુષ્ય પોતાની પ્રોબ્લેમને જ્યાં સુધી પ્રોબ્લેમ સ્વીકારશે નહિ ત્યાં સુધી તે પ્રોબ્લેમ solve કરવાના રસ્તે આગળ વધશે નહિ.
ગઈ કાલે મારી મારી wife સાથે ચર્ચા થઇ, ચર્ચાનો વિષય હતો કસરતના ફાયદાઓ. હું મારા અનુભવો તેને કહી રહ્યો હતો તો તેને કહ્યું હું તો તમને કેટલા સમય થી આજ વસ્તુ કહેતી હતી. અને તેની વાત પણ સાચી હતી. Engagmentના 4 વર્ષ અને મેરેજના 2 વર્ષ થી તેના એ સત્તત પ્રયાસ મારા માટે પ્રેરણા સ્વરૂપ છે. શરીર એક એવી વસ્તુ છે કે જે ને તંદુરસ્ત રાખવા માટે આપણે જ આપણી જાતે મહેનત કરવી પડે છે આમ કોઈ અન્ય કોઈ પણ પ્રકારની મદદ કરી શકે નહીં. હા પ્રેરણા આપી શકે. બસ આજ પ્રેરણા મારી wife – દિવ્યા એ મને આપી.
દૃઢ સંકલ્પમાં ખૂબ જ તાકાત છે મને એ વાત યાદ છે જ્યારે મેં દિવ્યા ને કહેલું કે સામે વાળો વ્યક્તિ કંઈક ખોટું કરે છે અને એ આપણો અંગત હોઈ તો તેને સુધારવા માટે પ્રયત્નો ક્યારેય છોડવા ન જોઈએ. સતત તેને સમજાવવા થી એક દિવસ તેને અંદર થી એ વાતનો અહેસાસ થશે અને તે વ્યક્તિ તેના પર કાર્ય શરૂ કરશે. અને એ વાત આજે સાચી સાબિત થઈ.
ઘણા લોકોને અનુક જ્ઞાન કુદરતી જ પ્રાપ્ત હોઈ છે આવું જ કંઈક જ્ઞાન મને તેનામાં દેખાઈ રહ્યું છે પોતાના શરીરને સ્વસ્થ રાખવામાં ફીટ રાખવામાં તેના દ્વારા આપવામાં આવેલા દરેક મુદ્દા વૈજ્ઞાનિક રીતે પણ સાચા હોઈ તેવું અનુભવાયું. જે વ્યક્તિ પાસે કોઈ કુદરતી બક્ષિસ હોઈ તો તેનું સમ્માન કરવું એ આપણી ફરજ છે કેમ કે ખૂબ ઓછા લોકોમાં આ રીતની કબીલીયત હોઈ છે.
આજે સવારે 2898 ફુટ સ્ટેપ્સ ચાલ્યો, નીરો પીધો અને ઘરે આવી સૂર્ય દર્શન માટે ધાબા પર આવ્યો.
દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ ઘટતું જતું જણાઈ રહ્યું છે. આજે આકાશ પણ એક દમ ખુલ્લું છે. રસ્તા પર ચાલવા વાળા લોકોની સંખ્યા પણ વધારે લાગી, કદાચ એ ઠંડીનું ઓછું થવાની અસર હોઈ શકે.