બાળક જ્યારે નાનુ હોઈ ત્યાર થી જ તે કંઈકને કંઇક શીખતું આવતું હોય છે. આજના સમયમાં જે રીતે બાળકો નવી વસ્તુ શીખી રાખ્યા છે, જોતા એવું લાગે છે કે માતાના ગર્ભ માંથી જ તે શીખીને આવ્યા હોય.
પરંતુ મિત્રો, આજે આ ઉંમરે મને અહેસાસ થાય છે કે જેમ જેમ વ્યક્તિ મોટો થતો જાય છે તેમ તેમ તેનું શીખવાનું કૈશલ્ય ઘટતું જાય છે. એક ઉમરે વ્યક્તિને એવું લાગે છે કે તેને બધું જ આવડે છે. તેને કોઈની જ્ઞાન બાબતે જરૂર જ નથી પોતે વિદ્વાન થઈ ગયા છે. બસ આજ સમયે તે શીખવાના દરવાજાઓ બંધ કરીને બેસી જાય છે અને નવું કશું પણ શીખી સકતા નથી.
આ વસ્તુનો અનુભવ મને પ્રથમ વખત ત્યારે થયો જ્યારે હું મારા ભાઈ પાસે 4 વિલ ગાડી શીખી રહ્યો હતો. મને બરોબર યાદ છે જ્યાં મારી ભૂલ પડતી મને મારો ભાઈ સમજાવતો. પણ એકની એક ભૂલ બીજી વાર થાય ત્યારે શીખવનાર કડક શબ્દનો પ્રયોગ કરે જ જે સ્વાભાવિક છે. એવાજ કડક શબ્દ જ્યારે હું મારા ભાઈ પાસે સાંભળતો તો મનમાં થતું આ કેટલું સરળ છે હું હમણાં જ કરી લઈશ મને તો આવડે જ છે. બસ એજ “મને તો આવડે જ છે” વાત મને એ શુ કહી રહ્યા છે તે શીખવામાં બાધા રૂપ થતું અને એજ ભૂલ વારંવાર થતી. પરંતુ જ્યારે મેં એ વસ્તુ સમજી અને ભાઈ શુ કહી રહ્યા છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું તો શીખવાનું ઘણું સરળ થઈ ગયું ને વાસ્તવમાં તે જે શીખવવા માંગતા હતા તે હું શીખી શક્યો.
દોસ્તો, મારુ એવું માનવું છે કે જ્યારે આપણે કોઈક પાસે કંઈક શીખતાં હોઈએ ત્યારે આપણે એ વાત સ્વીકારીને જ ચાલવું પડે કે મને કસું આવડતું જ નથી તો જ આપણે જેતે વ્યક્તિ પાસે કશુંક શીખી શકીશું.
જે વ્યક્તિને બધું જ આવડે તે ક્યારેય વિશેષ જ્ઞાનને પામી શકતા નથી.
એક બાળકની શીખવાની શક્તિ વધુ હોય છે તેનું મુખ્ય કારણ જે તે બાળક સ્વીકારે છે કે તેને જેતે વિષયમાં કંઈજ જ્ઞાન નથી. પરંતુ જેમ જેમ જે તે બાળક શિખતું જાય તેમ તેમ તેનામાં “મને બધું જ આવડે છે” નો ભાવ બને છે અને એજ ભાવ તેને આગળનું જ્ઞાન મેળવવામાં બધા રૂપ થાય છે. આથી જ વિદ્યાર્થી ગમે તેટલા સારા માર્ક્સ કેમ ન મેળવે એક શિક્ષક તેને અહેસાસ કરાવતા જ રહે છે કે તને હજુ નથી આવડતું.