ઘણી વાર જીવનમાં આપણે આપણી જવાબદારીઓ બખૂબી જાણીને નિભાવતા હોઈએ છીએ. પરંતુ જીવન હંમેશા પરિવર્તનશીલ હોઈ છે જે કોઈ નવી વાત નથી. મારા જીવનમાં કેટલાક કાર્ય મેં કર્યા, જેમાં અમુક કાર્ય મને આજે પણ યાદ છે. એવા કર્યો કે જેને યાદ કરતા જેતે સમયનો આનંદ આજ ક્ષણે ઉભરી આવે છે.
આ બ્લોગ લખવાની પ્રેરણા મને એક કાર્યક્રમ માંથી મળી. આ કાર્યક્રમમાં હું એન્કર તરીકે કામ કરતો હતો. આખા કાર્યક્રમમાં જ્યારે એ એક સાંસ્કૃતિક ડાન્સ આવ્યો ત્યારે એ ક્ષણ પણ મને યાદ આવી જ્યારે એક સમયે હું પણ એ જ ગીત અને એજ ડાન્સ સ્ટેપ્સ પર કૃતિ કરી હતી. પરંતુ આજે મારી જગ્યાએ નાના નાના બાળકો કૃતિ કરી રહ્યા હતા અને મનમાં એક પ્રેરણા ઉદ્ભવી કે આજ ઘટના પર હું મારા બ્લોગ પર એક પોસ્ટ લખું.
જેમ મનુષ્યનો સ્વભાવ છે, ખરાબ યાદો આપ મેળે આવી જાય અને સારી યાદોને યાદ કરવી પડે છે – તે “યાદ કરવાથી પણ આવે” અને તે યાદ કોઈ ઘટના દ્વારા પણ આવી જાય”. તેવીજ રીતે ઉપરની ઘટના પર થી મને મારા જીવનની સ્વર્ણિમ કાળ યાદ આવી ગયો.
મેં એક વર્ષ માટે એક એવા વ્યક્તિત્વ ની ખૂબ નજીક રહીને કાર્ય કર્યું છે કે જે આજે સમાજ માં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે જાણીતા છે. એમની પાસે આજે ભારતની પ્રતિષ્ઠિત કહેવાતી સંસ્થાઓ, કોલેજો અને યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે. તેવો સાથે તે કંપનીમાં 9 મહિના રહ્યો, 9 મહિના કોઈ પણ સંસ્કાર કે જ્ઞાન ને સંક્રમિત થવા માટે પૂરતા છે. તેવો નું સાનિધ્ય મારા માટે ઘણું બધું શીખવા માટે નું રહ્યું. તેવો સાથે નો આત્મીય સંબંધ ઋષિકેશના પ્રવાસ દરમિયાન ખૂબ જ ઘનિષ્ઠ બન્યો કારણકે જેતે સમયે મારા નિર્ણય ને ફેર બદલ કરવા વાળું અન્ય કોઈ જ ત્યાં ન હતું. અને હું મારું 100% ધ્યાન મારી જવાબદારીમાં રાખી શક્યો. સુરતમાં હોઈએ તો ત્યાં ઉંચા પદ માટે અનેક રીતે રાજ કારણ રમતું હોઈ છે, હરીફાઈ થતી હોય છે. પોતાના પદને ટકાવી રાખવા સડયંત્રો થતા હોય છે. પણ ઋષિકેશમાં એવું કોઈ જ ન હોવા થી કોઈ બાધારૂપ થયું નહિ અને મારા આ કાર્ય ના વખાણ શેઠે પોતે કર્યા અને એવા વ્યક્તિઓ સામે કર્યા કે જેવો પોતાના જોબ બચાવવા માટે પ્રયત્ન શીલ હતા. આજ ઘટના મારા માટે ઘાતક સિદ્ધ થઇ. જોકે મારા રાજીનામા બાદ અયોગ્ય વ્યક્તિઓને પણ જેતે સ્થાન પર થી કાઢી નાખવામાં આવ્યા. મારા એક્ઝીટ ઇન્ટરવ્યૂ માં મેં management ને સલાહ આપેલી કે સારા વ્યક્તિઓ શા માટે કંપની છોડી ને જઇ રહ્યા છે તેના પર કંપની વિચાર કરે…
જે રીતે એક સ્ત્રીના લગ્ન બાદ તેના પિયરની જવાબદારી ઘરના અન્ય સભ્યોને વહેંચી દેતી હોઈ છે અને જેતે સમયે તે સ્ત્રીને જે અનુભવ થતો હોઇ તેવો જ અનુભવ અને મારી પહેલી જોબ છોડતી વખતે થયો હતો. રાજીનામું ભર્યા બાદ થોડા દિવસ હું એજ પોસ્ટ ઉપર કાર્ય કરી રહ્યો હતો. ધીરે ધીરે મારા ભાગના દરેક કાર્ય વર્તમાનમાં નોકરી કરવા વાળાને સોંપતો જતો હતા. મારી આ જોબ પ્રત્યેનો પ્રેમ જેતે સમયે એક નવ વિવાહિત સ્ત્રી જેવો હતો કે જે પિયરની દરેક જવાબદારીઓ પોતાની બહેન ભાઈ ને સોંપતિ હોઈ છે. મને અંદર થી ઈચ્છા હતી કે શેઠ મને રોકી લેશે પરંતુ તેવોએ એવું કંઈજ કર્યું નહિ. ખેર જે તે જોબ છોડવા પાછળ અનેક કારણો હતા પણ એ શેઠ તરફ ની કોઈ સમસ્યા રાજીનામા પાછળનું જવાબદાર કારણ ન હતું. હાલ હું જે business કરી રહ્યો છું તેમાં તે જોબ કરતા ઘણું સારું કમાઈ રહ્યો છું. પણ એક પ્રેમ અને લાગણીનો એક તરફી વહાવ હોઈ તેવું લાગી રહ્યું છે. હું સામે થી શેઠ પાસે નથી જતો કેમકે ત્યાં અનેક લોકો દિવસે એમને મળવા જતા હોય છે અને કંઈક ને કંઈક ભૌતિક અપેક્ષાઓ લઈ ને જતા હોય છે. હું નથી ઈચ્છતો કે તે શેઠ મને એ નજરે જુવે કે હું તેવો પાસે કંઈક એવી જ ઈચ્છાઓ લઈને આવ્યો હસું. તેવો મોટા માણસ છે એમનો સમય બગાડવાનો મારે કોઈ અધિકાર પણ નથી.
આજે પણ મારા સ્થાને જે તે જગ્યાએ કોઈ બીજું કામ કરી રહ્યું છે. મને તે વાત નો કોઇ અફસોસ નથી કેમકે શેઠ સાથેની છેલ્લી મુલાકાતમાં મેં કહેલું કે હું આ જોબ માટે હું લાયક નથી ત્યારે શેઠે મને કહેલું અમે હીરાના વેપારી છીએ, અને એવા જ હીરા પાછળ મહેનત કરીયે જેમાં નફો વધારે હોય અને તું એક હીરો હતો, એમના આજ શબ્દો મારા માટે પ્રેરણા સ્વરૂપ છે કેમ કે તેવો ને મારા માં એ હીરાનો પથ્થર દેખાણો, અને જેવા તેવા ઝવેરીને નહીં સુરત ના સર્વશ્રેષ્ઠ કહેવાતા એવા જાવેરીને તે દેખાયેલો. આથી સ્વાભાવિક છે આ પથ્થર ની વેલ્યુ અમૂલ્ય છે જ. હીરો તો હીરો જ હોઈ અન્ય સ્થાને જવા થી તેની વેલ્યુ ઓછી નથી થઈ જતી. અને એમના સાનિધ્યના એ 9 મહિના આજે પણ મને મારા ધંધામાં મદદરૂપ થઇ રહ્યા છે.
આવા અનેક અનુભવો પરથી જીવન માં એક પાઠ ભણવા મળ્યો કે આ દુનિયા કોઈ એક વ્યક્તિના કારણે કઇ ઉભી રહેતી નથી. દુનિયા પોતાની પ્રગતિ માટે અન્ય કોઈ નો સહારો લઈને આગળ વધશે જ. આપણે આપણા જીવન માં કેટલા આગળ વધ્યા તે મહત્વનું છે ક્યાં હતા એનું કોઈ જ મહત્વ નથી.
Very nice lekh. Bahot achha likhate hai aap. Aise hi likhate rahiyega ye Mera aashirrvad hai……..
Wah swetaben.. thanks for kind words. Bahen ka ashirwad ho to fir darne ki kya baat ho.
પરિવર્તન એ વિશ્વનો સ્વભાવ છે. આ લેખ વાંચીને એ જ સમજાયું.
Thanks, you got what exactly it is..