મિત્રો, આ બ્લોગ પોસ્ટમાં જે હું લખવા જય રહ્યો છું તે તમે કદાચ અનુભવ્યું પણ હશે. આ વસ્તુ દરેક જગ્યાએ ઘટિત થઈ શકે તે પછી ઘર હોઈ, પરિવાર હોઈ, કામકાજ હોઈ કે પછી મિત્રવર્તુળ. જો આવું કઈ તમે પણ અનુભવ્યું હોઈ તો તેને નીચે કોમેન્ટ માં લખવાનું ભૂલશો નહીં.
ઘણા લોકો નફરતનું બીજ વાવવામાં બહુજ કુશળ હોઇ છે. જે વ્યક્તિના મગજમાં આ બીજ વાવે છે ત્યારે તે વ્યક્તિ ને પણ ખ્યાલ નથી આવતો કે તેની સાથે શુ રમત રમાઈ રહી છે.
આ પ્રકારના લોકો સકારાત્મકતાનો ચોળો પહેરીને સજ્જન માણસોનો શિકાર ક્યારે કરી જાય છે તેની ભાણ પણ પડવા દેતા નથી.
જે રીતે એક બીજ હોઈ તેમાં અપાર ક્ષમતા હોઈ છે વૃક્ષ થવાની એજ રીતે નફરત ફેલાવવામાં કુશળ વ્યક્તિઓ એક નાના અમસ્થા એક વાક્ય માત્ર થી સામે વાળામાં નફરતનું બીજ વાવી શકે છે.
ભોળાભાલા વ્યક્તિઓ આવા વ્યક્તિઓના જાળમાં ફસાયા પછી પણ નથી સમજી શકતા કે હકીકતમાં થઈ શુ રહ્યું છે. તેવો હંમેશા એક કુદરતી સૈયોગ માની બેસે છે. પરંતુ આ કુદરતી નહીં પણ જાણીજોઈ ને કરેલી માનવીય કૃત્ય હોઈ છે.
શક્ય હોય ત્યાં સુધી આવા વ્યક્તિઓનો સંપર્ક ટાળવો જોઈએ. આવા વ્યક્તિઓ આ દરેક વસ્તુ પોતાના સ્વાર્થ, બદલના ભાવનાથી કે અદેખાઈ થી આવું કરી શકે છે.