Hi… કેમ છો?, આ સવાલ આજના સમયમાં પુછિએ ત્યારે જવાબમાં સારું છે તેવું ઓછું અને કોરોના છે તેવું વધારે સાંભળવા મળી રહ્યું છે. આ સમયની વિડંબના છે કે આજે આ મહામારી એટલી હદ સુધી આગળ વધી ગઈ છે કે લોકોને ડર તો છે જ પણ સાથે સાથે નકારાત્મક વિચારો પણ તેમને નબળા કરી રહ્યા છે.
નિચ્ચિત પરિસ્થિતિ પહેલા જેવી તો નથી જ. આજે ઘરમાં હોઈએ બહાર રસ્તા પર રોજની કેટલીય 108 એમ્બ્યુલન્સ ના સાયરનો નો અવાજ સંભળાઈ છે. ન્યૂઝ ચેનલ હોઈ, સોશ્યિલ મીડિયા હોઈ કે પેપર હોઈ જ્યાં જોઈએ ત્યાં નકારાત્મક સમાચારજ પહેલા દેખાઈ છે – હોસ્પિટલ માં બેડ નથી, ઓક્સિજન નથી, રોજના એટલા માણસો મારી રહ્યા છે કે તેમને અગ્નિ દાહ આપવા લાકડાઓ નથી, સ્મશાનોની સંખ્યાઓ વધી રહી છે, રોજ બરોજના વિશ્વના સૌથી વધુ કોરોનાના કેસ આજે આપણા દેશ ભારતમાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં નાના નાના ગામડાઓમાં પણ આજે આ રાક્ષસ રૂપી વાયરસ પહોંચી ગયો છે અને યોગ્ય સારવાર માટે ત્યાંના લોકો મહાનગરો તરફ વળી રહ્યા છે. આજે જયારે કોરોનામાં વ્યક્તિને હોસ્પિટલાયજ કરવાની જરૂર પડે ત્યારે પહેલા લોકોને ચિંતા છે બેડ મળશે કે નહિ, સુરતની હાલની પરિસ્થિતિ એવી છે કે સિવિલ અને સિમિમેરના દરવાજા બંધ કરવામાં આવ્યા છે કેમ કે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી. આવી પરિસ્થિતિમાં માધ્યમ વર્ગ કે ગરીબ વર્ગનો માણસ જો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવા જાય તો કમાયેલી બધી જ બચત જતી રહે અને માણસ જીવિત રહેશે કે નહિ તેનું કંઈજ નક્કી નથી.
ઉપર મેં ખુબ નકારાત્મક વાતો લખી છે પરંતુ તે કોઈને ડરાવવા માટે નહિ પરંતુ વાસ્તવિકતાને જાણી જાગૃત થવા માટે લખી છે. આ સમયમાં શું કરવું શું ન કરવું તે દરેક લોકોને છે ખબર જ છે આથી તે વિષય પર આજે હું નહિ લખું પરંતુ ખબર હોવા છતાં લોકો તેનું પાલન કેમ નથી કરતા? આજે જયારે હું મારી ફેક્ટરી પર કામ કરવા જાવ છું ત્યારે 3 થી 4 જણાને થુક્તાં જોવ છું શું આ લોકોને એટલી પણ ખબર નહિ હોઈ કે આનાથી કેટલા લોકોને ચેપ લાગી શકે છે? આ બધું જોતા એવું લાગે છે આપણો સમાજ ખરેખર એટલો માનસિક અપંગ છે કે પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યો છે. ઘરમાં એક જણાને ઉધરસ, તાવ હોઈ તો ઘર ના દરેક લોકો પાસે જય ને ખાંસી ખાતા ખાતા કહેશે મને કોરોના નથી, મારા ભાઈ રિપોર્ટ કરાવ્યા વગર કઈ રીતે ખબર પડે કે કોરોના છે કે નહિ? ઘણા દાખલા એવા પણ મળ્યા છે કે કોઈ પણ લક્ષણો ન હોઈ અને રિપોર્ટ પોઝિટિવ આવે છે. એક વ્યક્તિ ગમે તેટલું ધ્યાન રાખે પરંતુ જ્યાં સુધી દરેક લોકો ધ્યાન નહિ રાખે ત્યાં સુધી એ એક વ્યક્તિની મહેનત વ્યર્થ છે.
જે લોકોના ઘરમાં મૃત્યુ થયા છે તેવો માટે આ સમય મહામારી છે, જે લોકો આમાં દવા થકી સારા થયા છે તેવો માટે એક બીમારી છે અને જે લોકોને કોરોના થયો જ નથી તેવો માટે આ એક સડયંત્ર છે. દરેક લોકો પોતપોતાના અનુભવના આધારે આંકલન કરી શકે પરંતુ એ વાત નિચ્ચિત છે કે એક સામાન્ય માણસ માટે આજની પરિસ્થિતિ પહેલા જેવી તો નથી જ. જો સાવચેત ન થયા, સજાગ થાય યોગ્ય તકેદારી ના રાખી તો આ રાક્ષસનો શિકાર થતા વાર નથી લગતી.
આજે માનવતા પણ મારી ગઈ હોઈ એવું લાગે છે રેમડેસીવીર ઈન્જેકશન કે જે સરકારી દવાખાને 700 રૂપિયાના મળે તે ખોટા કાગળિયા પર લઇને 20000 રૂપિયામાં વેંચતા લોકો પણ ઝડપાયા છે, ગઈ કાલેજ ખોટા રેમડેસીવીર ઈન્જેકશન વેચનાર પણ ઝડપાયા. સિવિલમાં બેડ ન મળતો હોઈ તો 9000 રૂપિયા આપો બેડ મળી જશે એવા ધંધા કરવા વાળા પણ સામે આવ્યા છે. એક ત્રોફો જે 30 અને 35 રૂપિયામાં મળતો તેના આજે 70 થી 100 રૂપિયા થઇ ગયા છે. આ પરિસ્થતીતી ગેર લાભ પણ અસામાજિક તત્વો લેવામાં પાછળ નથી રહ્યા.
આજે સમય કોરોનાનો છે. આવતી કાલનો સમય આપણો છે. પરંતુ આવતી કાલ જોવા માટે આપણું જીવિત રહેવું જરૂરી છે. દરેક જીવ પોતાને જીવિત રાખવા માટે લડતો હોઈ છે, કોરોના વાયરસ પણ પોતાની જાતને જીવિત રાખવા માટે આપણા શરીરમાં લડી રહ્યો છે અને આપણું શરીર પણ જીવિત રહેવા માટે કોરોના સામે લડી શકે તે માટે એન્ટિબોડી નિર્માણ કરે છે. જે શરીરમાં એન્ટિબોડી બનતી નથી તેના માટે જીવિત રહેવું કઠિન છે. આજે વેક્સિન થકી એજ એન્ટિબોડી નિર્માણ કરવા દરેક લોકોને વેક્સીન લેવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. દવાખાનામાં દિવસે દિવસે બીડ્સની સંખ્યા વધી રહી છે. ઓક્સિજન સપ્લાય માટે સપ્લાય મેનેજમેન્ટ થઇ રહ્યું છે, અસંખ્ય સંખ્યામાં આઇસોલેશન સેન્ટર બની રહ્યા છે. આ દરેક વસ્તુ વ્યક્તિ પોતાની આપ રક્ષા માટે કરી રહ્યા છે, પ્રયાસ એકાંકી હોઈ કે સામુહિક પરંતુ માનવીય બુદ્ધિ અને ચતુરતા આ મહા સંકટ માંથી જરૂર થી બહાર આવશે જ એ મને વિશ્વાસ છે.
Be positive but not Corona Positive.
આજનો સમય કોઈ ઉપર દોષ રોપણ કરવાનો નહિ પરંતુ આપણા થી થઇ શકે તે દરેક તકેદારી રાખી સ્વ-રક્ષા સાથે સમાજને કઈ રીતે મદદરૂપ થઈએ તે તરફ કાર્ય કરવાની જરૂર છે. ઇતિહાસ સાક્ષી છે, ગમે તેટલી વિકટ પરિસ્થિતિ કેમ ન હોઈ માનવ સમાજ દરેક બાધાઓ સર કરી આજે પણ પોતાના અસ્તિત્વને ટકાવી રાખ્યું છે.
Nice and excellent blog…👌👌👍👏
Thanks sweta..