આપણા જીવનમાં આપણે બીજા લોકો થી કંઈક અલગ કરવામાં તકલીફ તો જરૂર પડે છે પણ જો આપણે તે માટે પ્રયત્ન જ નહીં કરીએ તો આપણને આપણી કાબિલિયત થી વિલિપ્ત જ રહીશું. પોતાની જ ખૂબીઓ થી અપરિચિત રહેવું એ દુર્ભાગ્ય પૂર્ણ છે.
ઘણીવાર આપણે બીજા લોકો થી કંઈક અલગ એટલા માટે નથી કરતા કેમકે આપણી અંદર કંઈક ડર બેઠેલો હોઈ છે. ડર કંઈક ખોઈ બેસવાનો. પ્રયત્ન પહેલાનો ડર એ પ્રયાસ પહેલા માની લીધેલી હાર સમાન છે.
ઘણા વિરલાઓ હોઈ છે જે પહેલા જ પ્રયત્ને અંધારામાં તિર મારીને પોતાનું લક્ષ ભેદી નાખે છે જ્યારે બીજી બાજુ એવા અનેક લોકો હોઈ છે જે અનેક પ્રયત્ન બાદ પોતાના લક્ષને હાંસિલ કરે છે. આપણે આપણી જાતને હંમેશા એ યાદ કરાવતા રહેવું પડશે કે પ્રયત્નો જ સંભાવનાઓનો જન્મ આપે છે. પ્રયત્નોની આ શૃંખલામાં આપણે નથી જાણતા કે કઈ સંભાવના આપણું જીવન બદલી નાખશે. આપણા હાથમાં પ્રયત્ન માત્ર જ છે.
અહીં ઉપર એક motivational video કે જે youtube પર થી લેવામાં આવ્યો છે. આ video મને ખુબ જ ગમ્યો તો મન થયું મારા બ્લોગ પર તેને share કરું. Video અંગ્રેજી ભાષામાં છે. અહીં એક મહિલા અનેક પ્રયત્નો છતાં નિષ્ફળ થાય છે અને એક સંભાવના સ્વરૂપ પ્રયત્ન થી Miss USA બને છે, USA અને એ બહેનનો વર્ણ જુવો આપને જરૂર કંઈક શીખવા મળશે જ.
વાહ ખુબ સરસ વાત કરી આપે