કોરાના – આજે તારી વારી, આવતી કાલે અમારી.

કેમ છો?, આ સવાલ આજના સમયમાં પુછિએ ત્યારે જવાબમાં સારું છે તેવું ઓછું અને કોરોના છે તેવું વધારે સાંભળવા મળી રહ્યું છે. આ સમયની વિડંબના છે કે આજે આ મહામારી એટલી હદ સુધી આગળ વધી ગઈ છે કે લોકોને ડર તો છે જ પણ સાથે સાથે નકારાત્મક વિચારો પણ તેમને નબળા કરી રહ્યા છે.

નિચ્ચિત પરિસ્થિતિ પહેલા જેવી તો નથી જ. આજે ઘરમાં હોઈએ બહાર રસ્તા પર રોજની કેટલીય 108 એમ્બ્યુલન્સ ના સાયરનો નો અવાજ સંભળાઈ છે. ન્યૂઝ ચેનલ હોઈ, સોશ્યિલ મીડિયા હોઈ કે પેપર હોઈ જ્યાં જોઈએ ત્યાં નકારાત્મક સમાચારજ પહેલા દેખાઈ છે – હોસ્પિટલ માં બેડ નથી, ઓક્સિજન નથી, રોજના એટલા માણસો મારી રહ્યા છે કે તેમને અગ્નિ દાહ આપવા લાકડાઓ નથી, સ્મશાનોની સંખ્યાઓ વધી રહી છે, રોજ બરોજના વિશ્વના સૌથી વધુ કોરોનાના કેસ આજે આપણા દેશ ભારતમાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં નાના નાના ગામડાઓમાં પણ આજે આ રાક્ષસ રૂપી વાયરસ પહોંચી ગયો છે અને યોગ્ય સારવાર માટે ત્યાંના લોકો મહાનગરો તરફ વળી રહ્યા છે. આજે જયારે કોરોનામાં વ્યક્તિને હોસ્પિટલાયજ કરવાની જરૂર પડે ત્યારે પહેલા લોકોને ચિંતા છે બેડ મળશે કે નહિ, સુરતની હાલની પરિસ્થિતિ એવી છે કે સિવિલ અને સિમિમેરના દરવાજા બંધ કરવામાં આવ્યા છે કેમ કે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી. આવી પરિસ્થિતિમાં માધ્યમ વર્ગ કે ગરીબ વર્ગનો માણસ જો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવા જાય તો કમાયેલી બધી જ બચત જતી રહે અને માણસ જીવિત રહેશે કે નહિ તેનું કંઈજ નક્કી નથી.

ઉપર મેં ખુબ નકારાત્મક વાતો લખી છે પરંતુ તે કોઈને ડરાવવા માટે નહિ પરંતુ વાસ્તવિકતાને જાણી જાગૃત થવા માટે લખી છે. આ સમયમાં શું કરવું શું ન કરવું તે દરેક લોકોને છે ખબર જ છે આથી તે વિષય પર આજે હું નહિ લખું પરંતુ ખબર હોવા છતાં લોકો તેનું પાલન કેમ નથી કરતા? આજે જયારે હું મારી ફેક્ટરી પર કામ કરવા જાવ છું ત્યારે 3 થી 4 જણાને થુક્તાં જોવ છું શું આ લોકોને એટલી પણ ખબર નહિ હોઈ કે આનાથી કેટલા લોકોને ચેપ લાગી શકે છે? આ બધું જોતા એવું લાગે છે આપણો સમાજ ખરેખર એટલો માનસિક અપંગ છે કે પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યો છે. ઘરમાં એક જણાને ઉધરસ, તાવ હોઈ તો ઘર ના દરેક લોકો પાસે જય ને ખાંસી ખાતા ખાતા કહેશે મને કોરોના નથી, મારા ભાઈ રિપોર્ટ કરાવ્યા વગર કઈ રીતે ખબર પડે કે કોરોના છે કે નહિ? ઘણા દાખલા એવા પણ મળ્યા છે કે કોઈ પણ લક્ષણો ન હોઈ અને રિપોર્ટ પોઝિટિવ આવે છે. એક વ્યક્તિ ગમે તેટલું ધ્યાન રાખે પરંતુ જ્યાં સુધી દરેક લોકો ધ્યાન નહિ રાખે ત્યાં સુધી એ એક વ્યક્તિની મહેનત વ્યર્થ છે.

જે લોકોના ઘરમાં મૃત્યુ થયા છે તેવો માટે આ સમય મહામારી છે, જે લોકો આમાં દવા થકી સારા થયા છે તેવો માટે એક બીમારી છે અને જે લોકોને કોરોના થયો જ નથી તેવો માટે આ એક સડયંત્ર છે. દરેક લોકો પોતપોતાના અનુભવના આધારે આંકલન કરી શકે પરંતુ એ વાત નિચ્ચિત છે કે એક સામાન્ય માણસ માટે આજની પરિસ્થિતિ પહેલા જેવી તો નથી જ. જો સાવચેત ન થયા, સજાગ થાય યોગ્ય તકેદારી ના રાખી તો આ રાક્ષસનો શિકાર થતા વાર નથી લગતી.

આજે માનવતા પણ મારી ગઈ હોઈ એવું લાગે છે રેમડેસીવીર ઈન્જેકશન કે જે સરકારી દવાખાને 700 રૂપિયાના મળે તે ખોટા કાગળિયા પર લઇને 20000 રૂપિયામાં વેંચતા લોકો પણ ઝડપાયા છે, ગઈ કાલેજ ખોટા રેમડેસીવીર ઈન્જેકશન વેચનાર પણ ઝડપાયા. સિવિલમાં બેડ ન મળતો હોઈ તો 9000 રૂપિયા આપો બેડ મળી જશે એવા ધંધા કરવા વાળા પણ સામે આવ્યા છે. એક ત્રોફો જે 30 અને 35 રૂપિયામાં મળતો તેના આજે 70 થી 100 રૂપિયા થઇ ગયા છે. આ પરિસ્થતીતી ગેર લાભ પણ અસામાજિક તત્વો લેવામાં પાછળ નથી રહ્યા.

આજે સમય કોરોનાનો છે. આવતી કાલનો સમય આપણો છે. પરંતુ આવતી કાલ જોવા માટે આપણું જીવિત રહેવું જરૂરી છે. દરેક જીવ પોતાને જીવિત રાખવા માટે લડતો હોઈ છે, કોરોના વાયરસ પણ પોતાની જાતને જીવિત રાખવા માટે આપણા શરીરમાં લડી રહ્યો છે અને આપણું શરીર પણ જીવિત રહેવા માટે કોરોના સામે લડી શકે તે માટે એન્ટિબોડી નિર્માણ કરે છે. જે શરીરમાં એન્ટિબોડી બનતી નથી તેના માટે જીવિત રહેવું કઠિન છે. આજે વેક્સિન થકી એજ એન્ટિબોડી નિર્માણ કરવા દરેક લોકોને વેક્સીન લેવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. દવાખાનામાં દિવસે દિવસે બીડ્સની સંખ્યા વધી રહી છે. ઓક્સિજન સપ્લાય માટે સપ્લાય મેનેજમેન્ટ થઇ રહ્યું છે, અસંખ્ય સંખ્યામાં આઇસોલેશન સેન્ટર બની રહ્યા છે. આ દરેક વસ્તુ વ્યક્તિ પોતાની આપ રક્ષા માટે કરી રહ્યા છે, પ્રયાસ એકાંકી હોઈ કે સામુહિક પરંતુ માનવીય બુદ્ધિ અને ચતુરતા આ મહા સંકટ માંથી જરૂર થી બહાર આવશે જ એ મને વિશ્વાસ છે.

Be positive but not Corona Positive.

આજનો સમય કોઈ ઉપર દોષ રોપણ કરવાનો નહિ પરંતુ આપણા થી થઇ શકે તે દરેક તકેદારી રાખી સ્વ-રક્ષા સાથે સમાજને કઈ રીતે મદદરૂપ થઈએ તે તરફ કાર્ય કરવાની જરૂર છે. ઇતિહાસ સાક્ષી છે, ગમે તેટલી વિકટ પરિસ્થિતિ કેમ ન હોઈ માનવ સમાજ દરેક બાધાઓ સર કરી આજે પણ પોતાના અસ્તિત્વને ટકાવી રાખ્યું છે.

જયારે વિરોધ જ સ્વભાવ બની જાય…

માણસની પ્રકૃતિ તેના જીવનમાં આવેલા અનુભવોને આધારે ઘડાતી હોઈ છે. માણસનો સ્વભાવ મહત્તમ રીતે એ વાત પર નિર્ભર હોઈ છે કે જેતે વ્યક્તિ કઈ કઈ પરિસ્થિતિ, કેવા સંજોગો અને કેવા વાતાવરણ માંથી આવ્યો છે. જયારે કોઈ વ્યકતી સાથે કોઈ ખરાબ વસ્તુ ઘટિત થાય તો તે વ્યક્તિ જેતે જવાબદાર વ્યક્તિને દોષી તો સમજે છે સાથે સાથે તેના જીવનમાં એજ અનુભવ તેના સ્વભાવ ઘડતર માં પણ ખુબ ઊંડી અસર કરે છે જેના પરિણામ સ્વરૂપ તે વિશ્વમાં તમામ લોકો ને જેતે કેટેગરીમાં મૂકે છે.

બે વાત છે , એક પોતાને ભૂતકાળમાં અનુભવો થી શીખ લઇ સારા નરસા નો ભેદ કરી માણસોને ઓળખવા અને બીજું સમગ્ર દુનિયા ને એક જેવી સમજી એક સ્વભાવનું નિર્માણ કરવું. જાણતા અજાણતા વ્યક્તિ આ બે રસ્તાઓ માંથી કોઈ એક રસ્તો પસંદ કરી લેતો હોઈ છે.

મેં ઘણા લોકો જોયા છે જે દરેક વાતમાં વિરોધ લક્ષી સ્વભાવ જ ધરાવતા હોઈ છે. જે કોઈ વ્યક્તિ કાર્ય કરી રહ્યા છે તેમનો વિરોધ જ તેના જીવનનો હેતુ હોઈ છે. દા.ત. કોઈ સમાજ, સંપ્રદાય, સંગઠન કે રાજકારણમાં જે કોઈ આગેવાનો છે તેવો પ્રત્યે વિરોધની લાગણી રાખવી અને સમગ્ર સંચાલન ને બદલાવવાની વાતો કરવી. આ પ્રકારના વ્યક્તિઓ પોતે તો કઈ ન કરે પણ વિરોધ તો જરૂર કરશે જ, તેને વર્તમાન સત્તા સાથે જ વાંધો હોઈ છે અને જયારે મોકો મળે પ્રવર્તમાન સત્તા વિરુદ્ધના કાર્ય માં પહેલા અગ્રસર હોઈ છે.

પ્રવર્તમાન સત્તા ની જે કોઈ ખરાબ બાબતો હોઈ તેનો વિરોધ હોઈ તે સ્વાભાવિક છે જ પરંતુ વિરોધ લક્ષી અભિગમ ધરાવનાર સારી વસ્તુઓમાં પણ દોષ જોતા હોઈ છે. આવું કરવા પાછળ પોતાનો અંગત સ્વાર્થ હોઈ, કે પોતાનો સ્વભાવ જ એવો નિર્માણ થઇ ગયો હોઈ છે કે જે તે વ્યક્તિ ને વિરોધ કરવા માટે પ્રેરિત કરતો હોઈ છે.

મારા દ્રષ્ટિકોણ મુજબ આવા વ્યક્તિઓને નજર અંદાજ કરી ને પ્રવર્તમાન માં જે લોકો કાર્ય કરી રહ્યા છે તેવો આગેવાનોએ સકારાત્મક હેતુ સાથે કાર્ય કરવું જોઈએ, આ પ્રકારના લોકોના વિરોધ જયારે જયારે થાય ત્યારે આપણે આપનો સકારાત્મક હેતુ યાદ કરી જેતે લોકો ને અવગણવા જોઈએ.

મહેનત છતાં સફળતા કેમ નહિ ?

નમસ્કાર દોસ્તો…

ઘણા સમયથી તમારી કોઈ સાથે વાત નથી થઈ અને ઘણા સમયથી બ્લોગ પણ લખ્યો નથી…

તો અત્યારે હું બ્લોગપોસ્ટ લખવા જઈ રહ્યો છું જેનો વિષય છે કે વ્યક્તિ મહેનત કરે છે તો પણ તેને સફળતા કેમ નથી મળતી?

તો થોડાક દિવસોથી મેં જે અધ્યયન કર્યું છે, સ્ટડી કર્યું છે તેને આપ સમક્ષ રાખવા માટે આ બ્લોગ પોસ્ટ કરી રહ્યો છું.

ઘણી વખત આપણા જીવનમાં આપણે જયારે ખુબ જ મહેનત કરતા હોઈએ છીએ પરંતુ કોઈ પણ એક ક્ષેત્રમાં આપણે મહેનત નથી કરતાં અને જેને કારણે આપડે જે તે ક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકતા નથી.

દા.ત.એક વ્યક્તિ છે જેને પાણી પીવું છે તો તે જમીનમાં કૂવો ખોદવાનું સારું કરે છે થોડીક વાર એક જગ્યા પર કૂવો ખોદી બીજી જગ્યા પર કૂવો ખોદવા જાય છે આમ એક નથી પરંતુ એક સાથે 5-10 જગ્યા એ મહેનત કરે છે તો સરવાળે આવા વ્યક્તિને જોતા સમાજને તેની મહેનત તો સામે દેખાય છે અને સમાજ પણ તારણ કાઢી લે છે કે તે ખુબ સારી મહેનત કરી રહ્યા છે પરંતુ તેનું પરિણામ નથી મળતું. અને પરિણામે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પરિણામ ન મળવાને કારણે કે કહીએ રીઝલ્ટ ન મળવાને કારણે ડીમોટીવેટ થઈ જતો હોય છે. અને પરિણામ સ્વરૂપ વ્યક્તિ પ્રયત્નો જ કરવાનું છોડી દે છે. આજ જગ્યાએ જો વ્યક્તિ કોઈ એક જગ્યા પર જ પુરેપુરી મહેનત કરી પાણી મેળવે તો તેની તરસ જ નહિ પરંતુ તેજ કુવા માંથી અનેક લોકો ની તરસ છુપી શકે છે.

આપણા જીવનમાં પણ જયારે આપણે નક્કી કરતા હોઈએ છીએ કે મારે શું કરવું ? જેતે સમયે આપણી પાસે આવક ના અનેક રસ્તાઓ હોઈ છે જો દરેક રસ્તાઓ આપણે સર કરવા જઈશું તો એક પણ રસ્તાના આપણે રહેશું નહિ. માટે જે તે સમયે પહેલા કોઈ પણ એક ધંધામાં ધ્યાન આપી તેમાંથી એક ફિક્સ આવકના બને ત્યાં સુધી બીજા ધંધા માં મગજ દોડાવાઈ નહિ એવું મારુ માનવું છે. હા એ વાત અલગ છે કે એક ધંધો તમારો સેટ થઇ ગયો છે અને પર્યાય આવક મેળવવા માટે આપણે અન્ય ધંધો ડેવેલોપ કરીએ.

પરંતુ તે પહેલા જરૂરી છે કે આપણી પાસે એક આવક નો સ્ત્રોત હોઈ, તો સફળ થવા માટે પહેલી ચાવી છે કોઈ પણ એક ફિલ્ડ માં લાગેલું રહેવું, જેતે વસ્તુ ને સમય આપવો. કોઈ પણ ધંધો કે નોકરીમાં જયારે આપણે 1000 દિવસ આપીએ ત્યારે આપણને જેતે ધંધામાંથી આવકની સાચી સમજણ ઉભી થતી હોઈ છે.

આથી જો લાગતું હોઈ કે મહેનત કરવા છતાં પરિણામ નથી મળતું તો એક વાર આત્મ મંથન કરવું કે શું આપણે એક ની જગ્યાએ અનેક જગ્યા પર એક સાથે કૂવો ખોદવા નું મૂર્ખતા પૂર્ણ કાર્ય તો નથી કરી રહ્યાને?

anesthesia – My first experience.

કોરોના કાળ દરમિયાન થયેલા ઓપેરશન (એનેસ્થેસિયા) નો અનુભવ આ પોડકાસ્ટમાં શેર કર્યો છે. આપ પણ આપના અનુભવ જરૂરથી જરૂર થી કોમેન્ટ બોક્સ માં શેર કરજો.

જાજા હાથ રળિયામણા

સમગ્ર વિશ્વની પોતાની એક પ્રણાલી છે, જેના આધાર પર આ વિશ્વની આર્થિક ગતિવિધિ ચાલતી હોઈ છે. દરેક દેશ, રાજ્ય, શહેર કે કહીયે વ્યક્તિ એક બીજા સાથે પરસ્પર સંલગ્ન હોઈ છે. એક બીજાના હેતુ જયારે સિદ્ધ થતા હોઈ ત્યારે જ આર્થિક વ્યવહાર ઘટિત થાય છે. જયારે કોઈ એક પોતાનોજ હેતુ સિદ્ધ કરવાનો ઉદેશ્ય લઈને સામે વાળા પાસે જાય તો તે આર્થિક વ્યવહાર થતો જ નથી.

આ વાત થી હું એ કહેવા માંગુ છું કે પોતાનો જ સ્વાર્થ લઈને આપણે સામે વાળા પાસે અપેક્ષા રાખીયે તે કામ ધારેલા સમયે કે ધારેલા પરિણામે સંપન્ન થતું નથી. આ આર્થિક દુનિયામાં જયારે પણ આપણે કોઈ કામ કે જે અન્ય ની હાજરીમાં જ સંપન્ન થાય તેમ હોઈ ત્યારે તે અન્ય વ્યક્તિના આર્થિક લાભનો પણ ખ્યાલ રાખીને પ્રસ્તાવ રાખવામાં આવે તો જે તે કાર્ય ઝડપ હતી અને ધારેલા પરિણામ સાથે સમયસર પૂર્ણ થાય છે.

ઘણી વાર કોઈ પણ કામમાં સમય મહત્વનો હોઈ છે. અન્યને મૂલ્ય આપવામાં કચાસ કરવામાં સમય ઘણો જતો હોઈ છે. આવા સમયે જો સમયનું ધ્યાન પૂર્વક અધ્યયન કરી ને ગણિત કરવામાં આવે તો ઘણી વાર અન્યને વધુ મૂલ્ય ચૂકવવું પણ નફા કારક હોઈ છે.

આપણા દ્વારા જયારે અન્ય લોકોને આર્થિક મૂલ્ય મળતું થાય ત્યારે જ સમજવું કે આપણે ખરા અર્થમાં આર્થિક પ્રગતિ કરી છે. બે હાથ જેટલું રળે તેનાથી વધારે જાજા હાથ રળી બતાવે છે. આ જાજા હાથ આપણા માટે ત્યારે જ કામ કરે જયારે જે હાથને આપણા માંથી કોઈ ફાયદો મળતો હોઈ.

ઉપકાર

મિત્રો છેલ્લા બે દિવસ થી ઉપકાર વિષય અને ઉપકાર શબ્દ સાથે વિચાર અને મનોમંથન આપ મેળે ચાલી રહ્યું છે. આ દુનિયામાં દરેક વસ્તુ પાછળ કારણ હોઈ છે એટલે આપ મેળે આ વિચાર ઉદ્દભવ્ય એ પાયા વગરની વાત છે. આ વિચાર જીવનમાં આવેલા અનુભવોજ ઉત્પન્ન કરે છે એવું મારુ માનવું છે.

મિત્રો, એક ખેડૂત જયારે ખેતી કરે છે ત્યારે સારા બીજને વૃદ્ધિગત કરવા માટે એક જમીનની પસંદી કરે છે. પરંતુ જયારે ખબર પડે કે જમીન જ યોગ્ય ન હોઈ તો બીજ ગમે તેટલું સારું કેમ ન હોઈ તેમાં ધારણા વિરુદ્ધના જ પરિણામ મળતા હોઈ છે. ખેડૂત આવીજ ભૂલો પરથી શીખ મેળવી સારી જમીન ઓળખતા શીખે છે.

આપ કહેશો આ વાત તો સામાન્ય છે બધાને જ ખબર હોઈ. તમારી વાત સાચી પરંતુ વાસ્તવિક જીવનમાં જયારે આ જ બોધને અનુસરવામાં આવે ત્યારે આપણે નાપાસ થઇ જતા હોઈએ છીએ.

આ થઇ પુષ્ઠ ભૂમિની વાત હવે મૂળ મુદ્દા પર આવીએ…. ઉપકાર. ઉપકાર એક એવો શબ્દ છે કે જે એક દ્વારા બીજા પર કરવામાં આવે છે કંઈક એવું કે જે એક વ્યક્તિ કેજે અસક્ષમ છે અને બીજો સક્ષમ વ્યક્તિ તેને તે કરી આપે છે – સ્વાર્થ સાથે કે સ્વાર્થ વગર. સ્વાર્થ છે કે નહીં તે તો તેવોના સંબંધ નક્કી કરે છે.

સંબંધની વાત આવે ત્યારે બંને પક્ષ સંબંધને એક સરખા સમજતા હોઈ તે જરૂરી નથી. એક વ્યક્તિ સંબંધને નિશ્વાર્થ ભાવે જાણી ઉપકાર કરતો હોઈ તો બીજો એજ ઉપકારને સ્વાર્થ સમજી લેતો હોઈ છે. વાસ્તવિકતામાં સંબંધમાં આવી સ્પષ્ટતા કોઈ કરતુ જ નથી હોતું કારણકે આ વસ્તુને તે ગંભીરતા થી લેવામાંજ નથી આવતી, અને સંબંધમાં તેને સમજી લેવાનું હોઈ છે, તેમાં સ્પષ્ટિકરણ હોતું નથી.

તકલીફ ત્યારે પડે છે જયારે ઉપકાર કરનારને ખબર પડે કે તેને વાવેલું બીજ તેના માટે કાંટા સમાન ફળ આપવા માંડે છે. અને આવાજ અક્ષસમ લોકો આવા ઉપકાર કરનાર લોકોની માનસિકતા બદલે છે અને પરિણામે લાયક ને પણ તેનો લાભ મળતો નથી. આવા લોકો પોતે ઉપકારનો વ્યય કરે છે સાથે સાથે લાયકને પણ ઉપકાર થી વંચિત રાખવા વાતાવરણ બગાડે છે.

ઉપકારના વિષય માં મારો સ્પષ્ટ મત છે, જ્યાં ગણિત થતા હોઈ, કામ વહેંચીને થતા હોઈ, જ્યાં મતભેત વધુ હોઈ ત્યાં કોઈ પણ પ્રકારનો ઉપકાર કરવો જોઈએ નહીં. અને જો એમ કરશો તો હિસાબના સમયે તમે જ કરેલા ઉપકારનો ઋણ તમારે જ ચૂકવવો પડશે. એક બાજુ ઉપકાર પણ કરો અને ઉપર થી તેનું ઋણ પણ ભરો. આના કરતા તો સારું છે કે ઉપકાર જ ન કરો. અને કરો તો અનુભવ સાથે કરો, અને મજબૂરી એ છે કે એ અનુભવ કરવા તમારે ખરાબ જમીનનો ભેટો કરવો પડશે અને જો ભેટો ન કરવો હોઈ તો નિશ્વાર્થ સબંધ વાળા અનુભવી વ્યક્તિ સાથે આ વિષય પર મંતવ્ય લઇ લો.

ચાણક્યએ એમની પુસ્તક – ચાણક્ય નીતિમાં લખ્યું છે. “બીજાની ભૂલો પરથી શીખો, જો બધી જ ભૂલો જાતે કરવા અને ત્યારે બાદ તેને શીખવા જશો તો આ જીવન પણ ટૂંકું પડશે”(હા આવા વ્યક્તિ નો ઉલ્લેખ હોઈ તોજ વાત સાચી જણાય બાકી મારી તમારી જેવા કહે તો લોકો થોડી મને)

અહીં 100 વાત ની એક વાત છે જીવનમાં કઈ પણ કરો પુરી સજાગતા સાથે કરો, બીજ રોપતા પહેલા જમીન ચકાસો.. ન ચકાસતા આવડે તો અનુભવી પાસે માર્ગ દર્શન લો અને પછી મહેનત કરો. આપણી મહેનત અંતે આપણને સમાધાન આપે તેવી હોવી જોઇએ પછી તે ભલે ઉપકાર કરવાની વાત હોઈ, ઉપકાર લેવાની વાત હોઈ કે અન્ય બીજું કઈ.

જીવનમાં ભગવાને બુદ્ધિ આપેલ છે તે તેનો પુરેપૂરો ઉપયોગ કરવાની આજ રીત હોઈ તેવું હું માનું છું. આ બ્લોગ કોઈ ને સારું લગાડવા કે ખરાબ લગાડવા નથી પરંતુ વાસ્તવિકતા કે જે હું મહેસુસ કરું છું તેને પ્રગડ કરવા લખું છું.

આપણે જેવું વિચારીએ છીએ તેવા જ બનીએ છીએ.

આપણે શા માટે બીજા શુ વિચારે છે તેની ચિંતા કરીએ છીએ? આ રીતે આપણે આપણી જાતને નીચી કરીને સામેવાળાની સંતોષની લાગણીઓ વધારીએ છીએ.

આપણે આપણી જાતેજ નક્કી કરવું પડશે કે આપણા માટે મહત્વનું શુ છે. આપણી સિદ્ધિઓ જરૂરી નથી કે બીજાની વિચારધારાઓ પર જ આધારિત હોય. આપણે આપણી રીતે પણ આપણા રસ્તાઓ કરી શકીએ છીએ, હું એમ નથી કહેતો કે લોકોની વાતો સાંભળો જ નહીં, સાંભળો પરંતુ સારી વાતો.

આપણી પાસે એકજ જીવન છે અને એ આપણું પોતાનું છે. જીવનને એવી રીતે ઘડવું જોઈએ કે લોકો આપણાં જીવન થી પ્રેરણા લે. આપણે એ ભીડનો હિસ્સો ન બનવું જોઈએ કે જેમાં માત્ર ફોલૌવર્સ જ હોઈ.

જો આપણે વિચારીશું કે આપણે કંઈક ખાસ છીએ તો આપણે ખાસ છીએ. જો આપણે આપણી જાતને નક્કામી સમજીશું તો આપણે એજ છીએ.

જો આપણે એક વાર મન મક્કમ કરી નક્કી કારીલાઈયે કે હું xyz કામ કરી શકીશ તો આપણા થી એ કામ થશે જ. અને જો આજ વાત વિશ્વાસમાં પરિણામે તો આપણને આ દુનિયામાં ધરેલ પરિમાણ મેળવતા કોઈ ન રોકી શકે. વિચારવું અને એ વિચારને વિશ્વાસમાં પરિમાણિત કરવું એ મહત્વનું છે.

લોકો આપણા વિશે શું વિચારે છે એ ક્યારેય આપણા માથાનો દુખાવો ન હોવો જોઈએ. એ એમની સમસ્યા છે, આપણી નહિ. કેમ ખબર છે? કેમકે એ લોકો જે વિચારે છે એ આપણને બનાવવામાં કે બગાડવામાં કોઈ જ ફાળો નથી આપતા.

જો કોઈ વસ્તુ આપણને બનવવામાં કે બગાડવામાં મદદ કરતી હોય તો એ છે આપણે પોતે અને આપણા વિચારો. આપણે જેવું વિચારીએ છીએ તેવા જ બનીએ છીએ.

ભૂલો એના થી જ થશે જે કાર્ય કરે છે, દર્શક ને તો માત્ર મનોરંજન સાથે નિશબત છે.

જીવનના રસ્તામાં ઘણીવાર આપણી ગાડી પાટા પર થી ઉતરી જાય છે કારણકે આપણે ખૂબ જ ચિંતા કરતા હોઈએ છીએ કે આપણા વિશે લોકો શુ વિચારતા હશે? અને તેવો આપણી શુ વાતો કરતા હશે?

સાચી વાત તો એ છે કે લોકોનું કામ જ વાતો કરવાનું છે, વાત કરવા માટે લોકોને વિષયની જરૂર હોય છે ખરેખર તે લોકોને આપણાં રસ્તા કે આપણી ગાડી સાથે કોઈ નિસબત હોતી નથી. તેવોના પ્રતિભાવની કે વિચારધારાની ચિંતામાં પોતાની યાત્રા અટકાવો નહિ. લોકો માત્ર અનુમાન લગાવી શકે છે પણ તેવો ક્યારેય આપણા આગામી નિર્ણય વિશે અંદાજો નહિ લગાવી શકે કે જે આપણને સફળતાના રસ્તા તરફ લઈ જાય છે.

આ દુનિયામાં ઘણા લોકો એવા છે કે જે અનેક નિષ્ફળતા બાદ પણ સફળ થઈને લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. આપણે પણ તે શક્તિશાળી અને આશાવાદી વ્યક્તિ બનવાનું છે કે જે ગમ્મે તેટલી નિષ્ફળતા કેમ ન મળે… પણ પોતાનું ધારેલું અંતિમ પરિણામ ન મળે ત્યાં સુધી કોશિશ કરતા જ રહેશે.

ભૂલો એના થી જ થશે જે કાર્ય કરે છે, દર્શક માત્ર જોવાનું કાર્ય કરે છે. દર્શકને માત્ર મનોરંજન સાથે જ મતલબ છે. દર્શકના પોતાના અભિપ્રાયો હોઈ શકે પરંતુ વાસ્તવિક શીખ તો જે કાર્ય કરે છે તેને જ ખબર હોય. જે ભૂલ થઈ તેમાં સુધારો પણ ભૂલ કરનારને જ ખબર હોય. આથી જેતે વસ્તુમાં સુધારો કરી પોતાના લક્ષ તરફ આગળ વધવું જોઈએ.

આલ્બર્ટ આઈન્સ્ટાઈને સ્પષ્ટ કહ્યું હતું કે જેણે ક્યારેય ભૂલ કરી નથી તેણે ક્યારેય કશું નવું કરવાનો પ્રયાસ કર્યો નથી.

આ દુનિયા એવાં લોકો દ્વારા જ બનેલી છે કે જેવો અન્ય લોકોની મજાક અને હાંસીને અવગણી પોતાની સમક્ષ રહેલી સંભાવનાઓ ઉપર કાર્ય કરે.

પોતે સ્વપ્ન તો જુવો પણ સ્વપ્નને સાકાર કરવા તે મુજબની રણનીતિ પણ બનાવો. આ રણનીતિમાં અન્ય લોકોના અભિપ્રાયો સાથે કઈ રીતે લડવું તે પણ નક્કી કરી રાખો.

આત્મિક વિશ્વાસ હોય તોજ સફળતા મળે છે

આત્મિક વિશ્વાસ હોય તોજ સફળતા મળે છે….. હરણ ની દોડવાની સ્પીડ 90kmh. હોય છે અને વાઘ ની 50kmh., છતાંપણ વાઘ હરણ નો શિકાર તો કરે જ છે, કારણ કે હરણ ના મનમાં ડર હોય છે. હરણ ને મન એમ કે એ વાઘ થી કમજોર છે, આ ડર થી એ વારેઘડી પાછળ જોયા જ કરે છે, એમાં એની ગતી અને મનોબળ ઓછું થતું જાય છે, એમાંજ એ વાઘનો શિકાર થઈ જાય છે.

આનાથી એ શીખ મળે છે કે આત્મિક આત્મવિશ્વાસ હોય તો સફળતા મળે છે.

SOURCE: Facebook (By Anil Sharma)